‘લોકડાઉન’ના અવસરને માણતા શહેરના પ્રબુઘ્ધ નાગરિકો

90

કોઈએ ઘરમાં મદદ કરી તો કોઈએ બાળકો સાથે રમતો રમી, પુસ્તકો-વર્તમાન પત્રો વાંચી સમય પસાર કરી રહ્યા છે નગરજનો

હાલ સમગ્ર દેશ લોકડાઉન છે ત્યારે ઉપલેટા શહેરના પ્રબુઘ્ધ નાગરીકો પોતાનો સમય પરિવારજનો સાથે કોઇને કોઇ પ્રવૃતિ સાથે પસાર કરી રહ્યાં છે.

જેમાં પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા યોગ, નિયમિત કસરત અને પૌત્રને શિક્ષણ કાર્યમાં મદદ તો પ્રથમ નાગરીક રાણીબેન ચંદ્રવાડીયા ગાયોની સેવા સાથે મસાલાની સીઝન છે તો તેની તૈયારીમાં લાગી ગયા છે. નગર શેઠ જયદેવભાઇ માતા સાથે ભૂતકાળની વાતો વાગોળી સમય પસાર કરી રહ્યાં છે.

તો વેપારી અગ્રણી નિલુભાઇ ગોંધીયા ગુરૂના આદેશ મુજબ માળા તેમજ ઘરકામમાં મદદ કરી રહ્યા છે. અન્ય વેપારી મુકેશભાઇ ગજજર વર્તમાન પત્રો વાંચી સમય વિતાવે છે આ ઉપરાંત સ્ત્રીઓ પણ બાળકોને રમાડી તેમને પુરતો પ્રેમ આપી રહ્યા છે.

આઘ્યાત્મિક પ્રવૃતિની સાથે સાથે પૌત્ર સાથે અભ્યાસની ચર્ચાઓ કરતા પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા

ઉપલેટાન મુકત લોકસેવક પૂર્વ ધારાસભ્ય અને વિવિધ સહકારી ક્ષેત્રમાં નોંધ પાત્ર કામગીરી કરનાર હાલ એડવોકેટના વ્યવસાય સાથે સંકળાયેલા છગનભાઇ સોજીત્રા પ્રવૃતિ વિશે જણાવેલ કે વહેલી સવારમાં ઉઠીને યોગ આશન કરું છું. ત્યાર પછી વોકિગ કરુ આરામ લઇ ન વંચાયેલ પુસ્તકો વાચું છું. એમ.બી.બી. એસ. માં અભ્યાસ કરતો પૌત્રની અભ્યાસમાં મદદ કરું છું, સાંજે જમીને ટીવી જોઇ વર્તમાન પત્ર વાંચી નિયત સમય મુજબ સુઇ જાઉ છુ. લોકડાઉન વિશે લોકોને સંદેશો આપતા તેઓએ જણાવેલ કે રહો લોકો એ પોતાના આરોગ્યની કાળજીને ઘ્યાનમાં રાખી પોત પોતાના ઘરમાં ર૧ દિવસ સુધી રહી આપણા રાષ્ટ્ર ઉપર આવી પડેલ સંક્રમણ સામે સૌ સાથે મળી સામનો કરવો જોઇએ.

ગાયોની સેવા સાથે પોતાના હાથે રસોઇ બનાવી પરિવારને જમાડતા રાણીબેન ચંદ્રવાડીયા

શહેરના પ્રથમ નાગરીક અને શહેરના હજારો લોકોના આરોગ્યની જેમના શીરે છે તેવા રાણીબેન ચંદ્રવાડીયા લોકડાઉન વચ્ચે જયારે અલબતક ટીમ તેમની ઘેરે પહોંચી ત્યારે તેઓ હાલમાં મરી મસાલાની સીઝન ચાલી રહી હોવાથી મસાલાની સાફ સફાઇ કરી રહ્યા હતા સાથે ઘરના આંગણે બાંધેલ સોનું નામની ગાયોના ગૌ મુત્ર અને છાણને ભેગુ કરતા તેને જોયેલા ત્યારે અત્યારે તેને પુછતા જણાવેલ કે હાલમાં કોરોના નામના વાયરસથી બચવા સૌ લોકોએ સવાર સાંજ બે વખત ગૌ મુત્ર અને છાણ સાથે લીમડાના સુકા પાનના ધુપ કરવા મે શહેરના લોકોને આહવાન કરેલ છે તેનો અમલ મારા ઘરની થાય તે માટે દરરોજ ગૌ મૂત્ર અને છાણ ભેગું કરું છું.

સાથે સાથે ઘરમાં ઘરના સભ્યો તે રસોઇ બનાવી સાથે ભૈગા બેસી ભગવાને જમવાનો સમય આપ્યો છે તેથી ભેગા બેસીને જમીને છીએ હાલ ના સમયમાં ઘર કામ કરવા કે વાસણ સાફ કરવા વારા નહી આવતા વાસણો સફાઇ કરવાની જવાબદારી પણ પોતે નિભાવી રહ્યા છે.

લોકડાઉનમાં મારી પુત્રી આરનાને પિતાનો પુરો પ્રેમ મળશે: ચાંદની મોડીયા

ઉપલેટા શહેરને પ્રથમ આઇસીસીયુ હોસ્પિટલની ભેટ આપનાર ડો. બ્રિજેશ માંડિયાના શ્રીનાથજી નામના ઘરની મુલાકાત લેતા ઘરમાં ડો. બ્રિજેશ માંડિયા તથા તેમના ધર્મપત્ની  ચાંદનીબેન માંડીયા તેમની બે વર્ષની પુત્રી આરનાને રમાડતા જોવા મળ્યા હતા. જયારે ડો. માંડીયાના પિતા હસમુખભાઇ અને હર્ષાબેન જણાવેલ કે મારો પુત્ર ધોરણ ૧૦ થી અભ્યાસ માટે બહાર નીકળી ગયો હતો. આજે ભગવાને ઘણા વર્ષો પછી સહપરિવારને ભેગા બેસી જમવા અને વાતો કરવાનો સમય આપ્યો છે ત્યારે વૃઘ્ધા અવસ્થામાં પુત્ર-પુત્રવધુ અને પૌત્રીની પ્રેમ પેટ ભરીને માણવામાં અવસર મળ્યો છે. ડો. બ્રિજેશ માંડીયાના ધર્મપત્ની ચાંદનીબેન માંડીયાએ અબતકની ટીમને જણાવેલ કે મારી બે વર્ષની પુત્રી આરનાને અત્યાર સુધીમાં લોકડાઉનના કારણે આરનાને પિતાનો પ્રેમ બહુ મળ્યો છે. સાથે સાથે બ્રિજેશ ડોકટર હોવાને કારણે ભલે લોકડાઉન હોય પણ તંની ડોકટરની ફરજ ઇમરજન્સી સમયે બજાવવામાં હું હંમેશા સહકાર આપું છું. ભગવાને મને આવા પતિની ભેટ આપી છે કે તેના જાણ બીજા લોકોની જીંદગી બચી જાય છે પ્રજાને મારો એટલા જ સંદેશ છે કે તમે હાલના સમયમાં દવાખાના હોસ્પિટલ કરતા તમામ ઘરમાં જ વધુ સુરક્ષિત રહેશે.

સ્વર્ગનુ સાચુ સુખ માના ખોળામા છે: ભાવેશ સુવા

શહેરમાં કિષ્નાદયના ધરોદર અને નગરપ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાવેશભાઇ સુવાના ઘરે અકતક પહોંચતા માતા દુધીબેનના ખાંળામાં માથુ નાખીને સુતેલા ભાવેશભાઇનુ દૃશ્ય જોતા અબતક ટીમ પણ મોટી ઉમરે માતા-પુત્રનાં પ્રેમ કેવાં હોય છે તે રૂબરૂમાં જોવા મળેલ. અબતકને ભાવેશભાઇ  સુવા લોકડાઉનના સમયનો પુરો ઉપયોગ કરી રદયાદાંય તેવુ લાગી રહ્યુ છે તેમાં સંપૂણ પરિવાર સાથે ૬ દિવસ થયા બહાર નિકળા નથી પોતે અને સંતાનો અને ભાઇ સાથે માતા દુધીબેન સાથે પરિવારી અને ભૂતકાળની વાતોમાં સતત જોવા મળતા હતા. માતા દુધીબેન જણાવેલ કે હાલતા ઝડપી સમયમાં ધંધા નોકરીને કારણે દિકરાઓના મોઢા માત્ર સવાર સાંજ જોવા મળે છે પણ મોદી સાહેબે ૨૧ દિવસનો લોકડાઉન આપતા મારા બંન્ને રામ લક્ષ્મણ જેવા પ્રત્ર ભાવેશ અને મયુર સતત મારા સાથે સમય ગાળે છે જયારે બંન્ને ભાઇઓનું નાનમણ હતુ ત્યારે આવુ દૃશ્ય મારા આંખમાં જોવા મળતા પણ ત્રણ દાયકા બાદ ફરી પાછા પુત્ર અને પૌત્રના આવા દૃશ્ય જોઇએ ત્યારે ગદગદીત થઇ જવાય છે. લોકડાઉન વિશે સંદેશ આપતા દુધીબેન જણાવેલ કે લોકોએ પોતો સ્વૈછીક રીતે જીવનમાં ઘણી વખત લોકડાઉન રાખે તો પરિવારમાં બાગ ખીલી ઉઠે છે.

પરિવાર સાથે બેસીને સમય વિતાવતા અગ્રણી વેપારી મુકેશભાઈ ગજજર

રાજકોટ નાગરીક સહકારી બેંક ઉપલેટા શાખાના ડિરેકટર અને ચેમ્બર્સના અગ્રણી વેપારી મુકેશભાઈ ગજજરના પરિવાર સાથે અબતક ટીમે પહોચતા મુકેશભાઈ શાંતીના દિવસો વિતાવતા હોયં તેમ ઘણા સમય પછી ઘરના ગાર્ડન બગીચામાં હિચકતા હતા આખો દિવસ ધંધાને કારણે ભાગદોડમાં રહેતા મુકેશભાઈ ગજજર જણાવે છે કે લોકડાઉન એ એક એવો સમય છે કે જાણે માણસને તમામ ચિંતા છોડી પોતાના પરિવાર સાથે ઘરમાં બેસવા મજબુર કરી દીધા છે. પણ ખરા અર્થમા આ સમયમાં ઉપયોગ કરવામાં આવે તો ગોલ્ડન સમય છે આ સમયમાં માતા શારદાબેન , પિતા જમનભાઈ , પત્ની દિપાબેન સાથે આખો દિવસ બેસી પારિવારીક વાતો કરવાનો સમય મળ્યો છે. તેઓએ લોક ડાઉન વિશે સંદેશો આપતા જણાવેલ કે દેશ ઉપર મુશ્કેલી આવી હોય ત્યારે તમામ દેશવાસીઓ એક થઈ સરકારી તંત્રની આજ્ઞાનું પાલન કરવું જોઈએ.

માતા સાથે બેસીને ભૂતકાળ વાગોળતા નગરશેઠ જયદેવભાઈ

શહેરમાં છ દાયકા કરતા પણ વધુ સમયથી સોના ચાંદીના વેપાર ક્ષેત્રે સંકળાયેલા અને શહેરમાં નગર શેઠથી ઓળખાતા સર્વદમનભાઈ શેઠ જવેલર્સ વાળા જયદેવભાઈ શેઠ હાલના લોક ડાઉન સમયમાં પોતાના માતા મનોરમાબેન સાથે ભૂતકાળની વાતો યાદ કરી રહ્યા છે.તેનો એકાદ દાખલા આપતા મનોરમાબેને જણાવેલ કે ૧૯૭૩માં જયારે નવનિર્માણ આંદોલન થયું ત્યારે આના કરતા વધુ ગંભીર પરિસ્થિતિ શહેરમાં હતી તે સમયે ગમેત્યારે કફર્યું લગાવી દેવામાં આવતી હતી. ત્યારના સમય કરતા આજનો સમય વધુ સારો છે એટલા માટે આવશ્યક ચીજ વસ્તુ સહેલાઈથી મળી રે છે. હોસ્પિટલો ખૂલ્લી રહેવાથી દર્દીઓને તકલીફ પડતી નથી પ્રજાને સંદેશો આપતા નગર શેઠ જયદેવભાઈ અને તેના પત્ની સુમિતિબેને જણાવેલ કે દેશનાં લડાયક પ્રધાનમંત્રીનું રાષ્ટ્રજોગ પ્રવચન અને મનકીબાત માં જે વાત કરે તેને આપણે સહયોગ આપી તો તે એક ધર્મની ફરજ બજાવ્યા બરાબર ગણાશે.

દોહિત્રી  સાથે ધીંગામસ્તી કરી સમય પસાર કરતા તૌફીકભાઈ બકાલી

શહેર સમસ્ત મેમણ જમાત કારોબારીના સભ્ય અને મુસ્લિમ હાઈસ્કુલના ચેરમેન તોફીકભાઈ બકાલી અબતક ટીમને તેમના ઘેરે જોયા ત્યારે ઓરિસાથી આવલે દોહીત્રી હરમૈન સાથે ભારે ધીંગા મસ્તી કરતા હતા હરમૈન પણ દાદાને ઉટ બનાવી તેની ઉપર સવારી કરી રહી હોય તેવું જોઈ રહી હતી તોફીકભાઈ બકાલી આમતો આખો દિવસ ઓફીસમાંજ હોય છે. પણ લોકડાઉનને કારણે ફરજીયાત ઘણમાં બેસવાનો વારો આવ્યો છે. ત્યારે લોકાઉનના સમય ઘરના પરિવારને ઘરકામમાં ઉપયોગી પણ બને છે.સાથે સાથે પૂસ્તકો વાંચી સમય પસાર કરે છે. લોક ડાઉન વિશે સંદેશો આપતા જણાવેલકે લોકોએ ખોટી અફવા થી દૂર રહેવું જોઈએ અને ખોટી અફવા ફેલાવવી પણ ન જોઈએ તંત્રની આજ્ઞાનું પાલન કરવું જોઈએ.

ધંધા-ઉદ્યોગ બાદ ફરી ખેતીમાં સક્રિય: નિતિન અઘેરા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં પૂર્વ ચેરમેન અને કડવા પટેલ સોશ્યલ ગ્રુપ પ્રમુખ નિતિનભાઈ અધેરાનાં અબતક ટીમે સંપર્ક કરતા તેઓ તાલુકાના વડાળી ગામે આવેલ ખેતરે પહોચતા ત્યાં તેઓએ પહેલી જ વાતમાં ટીમને હસતા મોઢે જણાવેલ કે પટેલો પહેલા ખેતી કરતા બાદ ધંધામાં આવેલ ત્યાંથી આગળ વધી મોટા શહેરમાં ઉદ્યોગોમાં ગયેલ પણ પ્રધાનમંત્રી ના આદેશ મુજબ લોકડાઉનમાં અમલ કરવા પાછા વાડીમાં પાણી વારવા લાગી ગયા છે. લોકડાઉનના સમયનાં પયોગ કરતા તેઓએ જણાવેલ કે છેલ્લા બે વર્ષ થયા ઓર્ગેનિક શાકભાજીનું મારા ફાર્મમાં વાવેતર કરૂ છું આ ઓર્ગેનીક શાકભાજીથી કમસેકેમ આપણુ અને આજુબાજુવાળા જે શાકભાજી લઈ જાય છે તેનું જીવન તંદુરસ્ત રહે તેઓએ ટીમને જણાવેલ કે અમો છેલ્લા ૬ દિવસ થયા ખેતીકામના મજૂરો ન હોવાથી હુ અને મારી પત્ની હર્ષા જાતે ખેતીનું કામ કરીએ છીએ મારે પાણી વારવાનું અને નિદામણ કરવાનું આનાથી લોક ડાઉનનો અમલ થશે અને શુધ્ધ હવા અને શરીરમાં શ્રમ થવાથી આરોગ્ય પણ તંદુરસ્તી જળવાશે લોકોને કોરોના વાઈરસનો સંદેશાઆપતા જણાવેલ કે આરોગથી બચવું હોય અને લોકડાઉનમાં તંત્રને સહકાર આપવો હોય તો ખેડુતોએ સંપૂર્ણ લોક ડાઉન દરમ્યાન પોતાની વાડીએ રહેવું જોઈએ.

ઘરકામમાં મદદ કરતા ચેમ્બર ઓફ કોમર્સનાં અગ્રણી નિલુભાઈ ગોંધીયા

શહેર ચેમ્બર ઓફ કોમર્સ કારોબારીના સભ્ય અને મનોરથ કટલેરી વાળા નિલુભાઈ ગોંધીયા લોકડાઉનના સમમાં તેમના ગૂરૂગ્યાની સ્વામીએ આપેલા આદેશ મુજબ વધારાના સમયમાં તમારી ઉમરના વર્ષ જેટલી માળા કરવી જોઈએ જેથી તેઓ દરરોજ સવાર સાંજ ૬૦ થી વધુ માળા કરેલ છે. હાલના સીનીયર સીટીઝન વર્ષમાં પ્રવેશેલા નિલુભાઈ તેમના જીવન સંગીની પ્રફુલા બેનને પણ ઘરકામમાં નાની મોટી મદદ કરાવતા નજરે પડયા હતા. નિલુભાઈના હાથે બનાવેલી રસોઈ પ્રફુલાબેનને બહુ ભાવતી હોવાથી લોક ડાઉનમાં ઘરે રહેવાનો સમય મળ્યો હોવાથી પોતાના હાથે બતાવેલી રસોઈ સહ પરિવાર સાથે બેસીને જમીને તેનો બહુ આનંદ મેળવશે પ્રજાને સંદેશ આપતા નિલુભાઈ ગોંધીયા જણાવે છે કે હાલના લોક ડાઉનના સમયમાં અકે ભારતીય નાગરીક તરીકે આપણે વિવિધ વહીવયી તંત્રને સહકાર આપી તેની આજ્ઞાનું પાલન કરવું જોઈએ.

ઉપલેટામાં લોકડાઉનનાં કારણે વધુ ભાવ લેતા વેપારીઓને ચેતી જવા મામલતદારની ચીમકી

મામલતદાર કચેરીએથી ડમી ગ્રાહકો મોકલી વેપારીઓની ખરાઈ કરાશે

શહેરમાં કોરોના વાયરસનાં પગલે આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ માટે લોકડાઉનમાં વેપારીઓને છુટ આપવામાં આવી છે ત્યારે અમુક વેપારીઓ આનો લાભ લઈ ગ્રાહકો પાસેથી વધુ ભાવ વસુલી રહ્યા છે ત્યારે આવા વેપારીઓને ચેતી જવા મામલતદારે ચીમકી ઉચ્ચારી છે. આ અંગે પત્રકારોને માહિતી આપતા જી.એમ.મહાવદિયાએ જણાવેલ કે શહેરમાં અમુક વેપારીઓ દ્વારા આવશ્યક ચીજવસ્તુના લોકડાઉનને ધ્યાનમાં લઈ વધુ ભાવ વસુલી રહ્યા છે એવી ફરિયાદ અમોને મળી છે પણ આ વેપારીઓને એક વખત ચેતવણી આપીને જવા દેવામાં આવ્યા છે.

આજથી જો કોઈ વેપારી ગ્રાહકો પાસેથી વધુ ભાવ વસુલ કરશે તો તેની સાથે ફોજદારી રાહે કાર્યવાહી કરી તેના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. ખુદ મામલતદાર કચેરીએથી ડમી ગ્રાહકો મોકલી વેપારીની ખરાઈ કરવામાં આવશે. સાથે સાથે ઘણા વેપારીઓને પાસ આપવામાં આવ્યા છે તે પાસનો ઉપયોગ માલની ડિલેવરી કરવા માટે આપવામાં આવેલ છે. હાલમાં ઘણા વેપારીઓ આવા પાસનો ગમે ત્યારે ઉપયોગ કરી રહ્યા છે ત્યારે વધુ ભાવ વસુલતા અને પાસનો ગેરઉપયોગ કરતા વેપારી સામે મામલતદાર મહાવદીયાએ લાલ આંખ કરી છે.

ઉપલેટામાં લોકડાઉનનો ભંગ કરનાર સામે પોલીસ ડ્રોનથી તપાસ કરી ગુન્હો નોંધશે

પોલીસની ખાસ ટીમ સતત પેટ્રોલીંગ કરી ડ્રોન ઉડાડતી રહેશે

શહેરમાં કોરોના વાઇરસના કારણે લોકડાઉનને લોકો ખુલ્લે આમ ભંગ કરી મતસર્વે ત્યા રખડી કામ વગર બહાર આટા મારતા લોકોની હવે ખેર નથી પોલીસ ડ્રોન દ્વારા તપાસ કરી ગુનો દાખલ કરશે.

આ અંગે સ્થાનિક પત્રકારોને માહતી આપતા પી.આઇ. વી. એમ લગારીયાએ જણાવેલ કે રાજ્ય પોલીસ વડાના આદેશથી હવે લોકડાઉન ભંગ કરનારા લોકો ઉપર ડ્રોન મારફત ઝડપી પાડવા શહેર પોલીસે એક ટીમ બનાવી છે. આ ટીમ ૨૪ કલાક જે તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી સતત ડ્રોન ઉડાડતા રહેશે ત્યારે ખુલ્લે આમ લોકડાઉનના ભંગ કરના લોકો કે તેમના વાહનો ડ્રોનમાં જાડપાઇ જશે તો તેના વાહનો ઝડપી લઇ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવશે. હાલમાં શહેરની ઘણી જગ્યાએ સવારે અને સાંજે ઘરની બહાર ભાઇઓ અને મહિલાઓ ટીળે વળીને બેસી રહ્યા છે ત્યારે તેવા લોકો ઉપર ડ્રોન બાજ નજર રાખશે. ડ્રોનમાં ઝડપાઇ ગયેલા આવા લોકો સામે આજથી કાનુની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. માતા-પિતાને પણ પોલીસની વિનંતી છે કે તેઓ તેના બાળકોને બાઇક ન આપે જો બાઇક સાથે પોલીસ ઝડપી લેશે તો ગુનો દાખલ કરી દેશે. તેમજ ઉચ્ચ અનિયારા કરવા જવામાં મોટી તકલીફ પડી શકે છે.

ઉપલેટા: સિધ્ધનાથ ટ્રસ્ટના પ્રમુખની લોકડાઉનમાં અનન્ય સેવા

હાલના સમયમાં કોરોનાને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. જેને કારણે અનેક જરૂરિયાત લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયેલ છે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે છેલ્લા ૨૦ વર્ષથી અનેક સેવાકીય કાર્ય કરતા ઉ૫લેટાના સિધ્ધનાથ ટ્રસ્ટના પ્રમુખ અને સેવા સમર્પર્ણની ભાવનાથી કાર્ય કર્તા એવા જયેશભાઇ ત્રિવેદીની હાલની સેવા ખુબ સરાહનીય અને ઉપયોગી થઇ રહી છે. તેઓ દ્વારા હાલ ભોજન, રાશન વિતરણ જેવા કાર્યો થઇ રહ્યા છે તેઓ અનેક લોકોને કાયમ માટે ઉપયોગી રહેલા છે. તેમના સેવા કાર્ય માટે જ તેઓનું જીવન સમર્પિત છે. તેવું કહી શકાય તેઓ સેવાને પોતાની ફરજ સમજે છે. સેવામાં કદી હરીફાઇને પ્રાધાન્ય આપેલ નથી વાદ વિવાદથી પર રહી પોતાની સેવા એજ પ્રભુ સેવાને જીવન મંત્ર રાખી ઉપલેટાના ૪ ટર્મથી નગર સેવક રહેલ જયેશભાઇ ત્રિવેદી હાલ ખુબ સરાહનીય કાર્ય કરી રહ્યા છે. સામાન્ય દિવસોમાં પણ તેઓ દ્વારા મેડીકલ કેમ્પ દીવ્યાન્યગો માટે પાસ વિતરણ તથા સાધનો વિતરણ, નેત્ર યજ્ઞ, ઉનાળામાં સ્લીપર વિતરણ એઇડ્સ અંગે સેમીનાર, કુંડા વિતરણ, સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ, વિદ્યાર્થીઓને માર્ગ દર્શન કેમ્પ જેવી પ્રવૃતિઓથી તેમનું જીવન ધબકતું છે તેમની સાથે સેવામાં રમેશભાઇ પાનેરા જગદીશભાઇ પૈડા, મનુભાઇ બારોટ, વગેરે જોડાયેલ હતા.

Loading...