Abtak Media Google News

સરગમ કલબ દ્વારા નવરાત્રી મહોત્સવના સમાપન બાદ દર વર્ષે જાહેર જનતા માટે વિનામૂલ્યે યોજાતા પાંચ દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમનો મ્યુઝિકલ નાઈટ સાથે પ્રારંભ થયો હતો. સરગમ કલબ, કૃણાલ સ્ટ્રકચર અને કેર ફોર હોમના સંયુકત ઉપક્રમે યોજાયેલી આ મ્યુઝિકલ નાઈટમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતા અને મુંબઈના કલાકારોને માણ્યા હતા.

આ કાર્યક્રમનું ઉદઘાટન સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણી ઉપરાંત મહાવીર સેવા ટ્રસ્ટના ચંદ્રકાંતભાઈ શેઠ, ટર્બો બેરિંગના જીતુભાઈ પટેલ, કેર હોમના એમ.જે.સોલંકી, રઘુવીર કોટન મિલના રમેશભાઈ જીવાણી, જે.પી.સ્ટ્રકચરના જગદીશભાઈ ડોબરીયા, આર.ડી.એજયુકેશનના રાકેશભાઈ પોપટ, એસ.પી.ગ્રુપના શૈલેશ પાબારી, એન્જલ પમ્પના શિવલાલભાઈ આદ્રોજા, આર.કે.યુનિવર્સિટીના ખોડીદાસભાઈ પટેલ અને કૃણાલ સ્ટ્રકચરના અરવિંદભાઈ દોમડિયા વગેરે મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય ડો.વલ્લભભાઈ કથીરિયા, ત‚ણભાઈ સાગર, મધુભાઈ પટોળીયા, પ્રતાપભાઈ પટેલ, નરેશભાઈ લોટીયા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયાએ આ કાર્યક્રમ યોજવા બદલ સરગમ કલબને અભિનંદન આપ્યા હતા અને લોકોને આવા કાર્યક્રમો માણીને સાંસ્કૃતિક પ્રવૃતિઓને વેગ આપવા અનુરોધ કર્યો હતો. આ મ્યુઝિકલ નાઈટમાં મુંબઈના અભિજીત ઘોષાલ, મૃદુલા દેસાઈ, હેમંતકુમાર પંડયા અને નફિસ આનંદ ઉપરાંત અમદાવાદના મોહસીન શેખ, વલસાડના પરાગી પારેખ જેવા સિંગરોએ મ્યુઝિકલ મેલોઝના રાજુ ત્રિવેદી ગ્રુપના સથવારે જુના-નવા ગીતોની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ભરત સોલંકી, કિરીટ આડેસરા, રમેશભાઈ અકબરી, જયસુખભાઈ ડાભી, કૌશિક વ્યાસ, રાજેન્દ્ર શેઠ, પ્રવિણભાઈ તંતી, અનવરભાઈ ઠેબા, ગુણવંતભાઈ ભટ્ટ, જગદીશ કીયાડા, ઉપરાંત લેડીઝ કલબના જયશ્રીબેન રાવલ, જયશ્રીબેન મહેતા, ગીતાબેન હિરાણી, ચેતનાબેન સવજાણી, જયશ્રીબેન વ્યાસ, સુધાબેન દોશી, આશાબન ભુછડા, બીનાબેન પોપટ અને વૈશાલી શાહ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.