Abtak Media Google News

રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગર સહિતના શહેરો સ્વચ્છતામાં ઉણા ઉતર્યા

દેશને સ્વચ્છ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ભારત સ્વચ્છતા અભિયાન’ શરૂ કર્યું હતુ પરંતુ ગુજરાતના શહેરો સ્વચ્છતામાં નહિ પણ ગંદકીમાં અવ્વલ નંબરે નોંધાયા છે. તાજેતરમાં જાહેર થયેલા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૮માં આ ઘટસ્ફોટ થયો છે.

વાસ્તવિકતા જોઈએતો, દેશ ત્યારે જ સ્વચ્છ થઈ શકે જયારે ‘સ્વચ્છ પ્રત્યષ’ લોકોનું મગજ સ્વચ્છ અને શુધ્ધ હોય દેશમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરોડો ‚પીયા ખર્ચાય છે.

પરંતુ ગુજરાતનાં શહેરોમાં તો આ રૂપીયા પાણીમાં જ ગયા હોય તેમ લાગી રહ્યું છે. સ્વચ્છતા અભિયાનના મોટી મોટી ગુલબાંગો વચ્ચે તંત્ર ઉંધતુ ઝડપાયું છે.

રાજયની રાજધાની ગાંધીનગર પણ સ્વચ્છતા મામલે પાછળ ધકેલાયું છે. વર્ષ ૨૦૧૬માં સ્વચ્છ સર્વેક્ષણમાં ૪૨માં નંબરે નોંધાયું હતુ જયારે વર્ષ ૨૦૧૭માં થોડા સુધારાની સાથે ૨૦માં ક્રમે આવ્યું હતુ પરંતુ ત્યારબાદ હવે ૨૬મો નંબર મેળવ્યો છે. આજ રીતે બીજા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની પણ કંઈક આવી જ હાલત છતી થઈ છે.

અમદાવાદ ૨૦૧૬થી ૨૦૧૮ સુધીમાં ૧૪થી ૧૨માં ક્રમે ધકેલાયું છે. જયારે વડોદરા ૧૩ થી ૪૪ અને સુરત ૬ થી ૧૪માં ક્રમે આવ્યું છે. રાજકોટની વાત કરીએ તો વર્ષ ૨૦૧૬માં રાજકોટ ૦માં ક્રમે હતુ જયારે હવે છેક ૩૫માં ક્રમે નોધાયું છે.

ગુજરાતના શહેરો સ્વચ્છતામાં ઉણા ઉતર્યા

શહેર

 

વર્ષ ૨૦૧૬

 

વર્ષ ૨૦૧૭

 

વર્ષ ૨૦૧૮

 

અમદાવાદ

 

૧૪

 

૧૪

 

૧૨

 

સુરત

 

 

 

૧૪

 

વડોદરા

 

૧૩

 

૧૦

 

૪૪

 

રાજકોટ

 

 

૧૮

 

૩૫

 

ગાંધીનગ

 

૪૨

 

૨૦

 

૨૬

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.