ચુડા તાલુકા માધ્યમિક શિક્ષક મહાસંઘના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ વરાયા

અધ્યક્ષપદે ધોરીયા ને ઉપાધ્યક્ષ બન્યા ડાભી

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા તાલુકામાં બેઠકનું વાત્સલ્ય સ્કૂલ , ચુડા ખાતે તાલુકા કાર્યવાહ ચુડા ઓધવજીભાઈની અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સંગઠન મંત્ર દિનેશભાઇ જોષી અને સંગઠન ગીત નરવીરભાઈ મર્યા એ રજૂ કર્યું, સંગઠન પરિચય ભરતસિંહ ચાવડાએ કરાવ્યો, રણછોડભાઈ અને ભગીરથસિંહ સંગઠનને  કરેલા કાર્યોની માહિતી આપી અને સદસ્યતા અભિયાન અંતર્ગત કરવાનાં કાર્યોની સમજ આપી જ્યારે રાજ્ય કક્ષાએ કરેલા કામોની માહિતી પ્રદેશમંત્રી બ્રિજરાજસિંહ રાણાએ આપી દશરથસિંહ અને હેમલભાઈ કાર્યક્રમનું સુચારુ સંચાલન કર્યું. તાલુકા કાર્યવાહજી એ સંગઠન ની કાર્ય પધ્ધતિ અને ભૂમિકા વિષે માહિતી આપી જીલ્લા હોદ્દેદારો ચંદુભાઈ મેણીયા, મહેન્દ્રભાઈ ડાભી અને ચુડામાંથી કાળુભાઇ અને અશોકભાઈ તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનાં શિક્ષકો હાજર રહ્યા ચુડા તાલુકા માધ્યમિક અધ્યક્ષ તરીકે સુરેશભાઈ ધોરીયા અને ઉપાધ્યક્ષ તરીકે ભગવતસિંહ ડાભી ની નિમણુંક કરવામાં આવી ચુડા તાલુકા કારોબારી રચના સદસ્યતા અભિયાન બાદ કરેલ કામોનાં આધારે કરવામાં આવશે.ત્યારબાદ ચુડા ટી.પી.ઇ.ઓ અને બી.આર.સી ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.

Loading...