Abtak Media Google News

યેસુદાસે ઘણી હિન્દુ આઘ્યાત્મિક સંસ્થાઓ માટે પણ એક પૈસો લીધા વિના ગીત ગાયા છે

ક્રિસ્ચિયન મુળના પાર્શ્વગાયક યેસુદાસે પહ્મનામ મંદીરમાં પૂજા અર્ચના કરવા માટે મંજુરી માગી છે.

તમિલનાડુના થિયુવનન્થપુરમ શહેર સ્થિત ભગવાન શ્રી પહ્મનામ મંદીરનું ખુબ જ મહાત્મ્ય છે. દર વર્ષે કરોડો શ્રઘ્ધાળુઓ ભગવાન શ્રી પહ્મનાભના દર્શને આવે છે. પરંતુ મંદીરના ગર્ભગૃહમાં જને પૂજા પ્રાર્થના કરવાનો અધિકાર માત્ર હિન્દુ શ્રઘ્ધાળુઓને જ છે.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે યેસુદાસે દક્ષિણ ભારતની ફિલ્મ ઉપરાંત હિન્દી ફિલ્મો તેમજ અન્ય પ્રાદેશિક ફિલ્મોમાં પણ ગીત ગાયા છે. હિન્દી ફિલ્હ જગતના એક વિદ્વાને કહ્યું હતું કે, યેસુદાસનો કંઠ મોહમ્મદ રફીને ડીટ્ટો મળતો આવે છે પરંતુ યેસુદાસના હિન્દી ઉચ્ચારણનો પ્રશ્ર્ન છે. (કેમ કે તેઓ દક્ષિણ ભારતીય છે.)

યેસુદાસના જાણીતા ગીતોમાં (૧) ગોરી તેરા ર્ગાંવ બડા પ્યારા (ર) કહા સે આયે બદરા (૩) દિલ હે ટુકડે ટુકડે કર કે મુસ્ફરા કે ચલ દિયે. (૪)  આઘ્યાત્મિક ગીત સાદર પધારીયે (પ) ઝુલ્ફો ઘટા આંખો કો કવલ (કમલ) કહે તે હૈ (૬) ખુશિયા કી ખુશિયા હો આંખો મેં જિસ કે

વિગેરે છે.

યેસુદાસે પહ્મનાભ મંદીરમાં પૂજા પ્રાર્થના કરવા માટે લખેલા વિનંતી પત્રમાં જણાવ્યું છે કે, હું હિન્દુ ધર્મમાં પણ આસ્થા ધરાવું છું. મને હિન્દુ ધર્મ અને હિન્દુઓ માટે ખુબ જ આદર છે. કોઇ ચોકકસ તારીખ નહી પરંતુ આગામી વિજયાદશમી (૩૦ સપ્ટેમ્બર) એ અગર મને પહ્મનાભ સ્વામી મંદીરના ગર્ભગૃહમાં પ્રવેશ કરીને ભગવાનની પૂજા પ્રાર્થના અર્ચના આરતી કરવા મંજુરી આપવામાં આવે તેવી મંજુરી માંગુ છું.

યુસુદાસ અને એસ.પી. બાલસુબ્રમણ્યમ બોલીવુડના સેવા ગાયકો છે જે વિદ્વતાને વરેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.