Abtak Media Google News

અમ્પાયર દ્વારા જો નો બોલ અપાયો હોત તો ક્રિસ ગેઈલ ફ્રિ હીટમાં આઉટ ન થાત

ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વર્લ્ડકપની ૧૦મી મેચ વેસ્ટ ઈન્ડિઝ દરમિયાન રસપ્રદ ઘટના બની હતી. ઈનીંગ્સની ચોથી ઓવરમાં મિચેલ સ્ટાર્કે ગેઈલને ૨ વખત આઉટ કર્યો હતો અને ગેઈલે બંને વાર રીવ્યુ લઈ અમ્પાયર ક્રિસ ગેફાનીનો નિર્ણય બદલાવ્યો હતો ત્યારબાદ ગેઈલ સ્ટાર્કની પાંચમી ઓવરમાં આઉટ આપવામાં આવ્યો હતો ત્યારે ગેઈલે રીવ્યુ લીધો હતો પરંતુ અમ્પાયરનો નિર્ણય ફેરવી શકયો ન હતો.

ગેઈલ પહેલા ત્રીજી ઓવરનાં પાંચમાં બોલે કેચ આઉટ અપાયો હતો પરંતુ રીવ્યુમાં સ્પષ્ટપણે દેખાયું હતું કે, બોલ તેનાં બેટને અડયો ન હતો તે પછી ત્રીજી ઓવરનાં છેલ્લાં બોલે તેને એલબીડબલ્યુ આપવામાં આવ્યો હતો. બોલ ટ્રેકરમાં ખબર પડી હતી કે બોલ લેગ સ્ટમ્પની બહાર જઈ રહ્યો હોવાથી તેને ફરીથી જીવનદાન મળ્યું હતું. મિચેલ સ્ટાર્કની પાંચમી ઓવરમાં આઉટ આપવામાં આવ્યો હતો અને અમ્પાયર કોલ હોવાથી ગેઈલને પેવેલિયન ભેગું થવું પડયું હતું જોકે આશ્ર્ચર્યની વાત એ છે કે, તે વિકેટ પહેલાનો બોલ નો બોલ હતો જોકે અમ્પાયરે તે નો બોલ જાહેર કર્યો ન હતો જેથી ગેઈલ બીજા જ બોલ પર એલબીડબલ્યુ આઉટ આપવામાં આવ્યો હતો જો અમ્પાયર દ્વારા તે બોલ નો બોલ કરાવવામાં આવ્યો હોત તો તેનાં પછીનો બીજો બોલ ફ્રિ હીટમાં ગણાત જેથી ક્રિસ ગેઈલની વિકેટ જે પડી તે ના પડત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.