Abtak Media Google News

૧૬મીથી શરુ થનાર બે દિવસીય ઉત્સવમાં ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

કમિશ્નર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર દ્વારા ચોટીલા ઉત્સવ-૨૦૧૯નું આયોજન પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે તા.૧૬ અને ૧૭ રોજ જલારામ મંદિર, નેશનલ હાઈવે, ચોટીલા ખાતે કરવામાં આવ્યું છે.

આ બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રથમ દિવસે તા.૧૬/૨/૨૦૧૯ને શનિવારના રોજ રાત્રે ૭-૩૦ થી ૧૦-૩૦ કલાક દરમ્યાન ગુજરાતના વિવિધ જિલ્લાના ખ્યાતનામ કલાકારો, કલા ગ્રૃપો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે. જયારે કાર્યક્રમના બીજા દિવસે તા.૧૭/૨/૨૦૧૯ને રવિવારના રોજ રાત્રે ૭-૩૦ થી ૧૦-૩૦ કલાક દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક કલાગ્રૃપો અને જગદીશભાઈ ત્રિવેદી જેવા ખ્યાતનામ હાસ્ય કલાકાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરશે.

આ ચોટીલા ઉત્સવ કાર્યક્રમને તા.૧૬/૨/૨૦૧૯ને શનિવારના રોજ રાત્રે ૭-૩૦ કલાકે પાણી પુરવઠા, ગ્રામ ગ્રૃહ નિર્માણ, પશુપાલન અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ  સહકાર, રમત-ગમત અને વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સ્વર્ણિમ ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ  આઇ.કે.જાડેજા, ગુ.રા.હા. અને હ.વિ.નિ.ચેરમેન શંકરભાઈ દલવાડી અને ડો. બા. આ. અં. વિ. નિ. ચેરમેન  ગૌત્તમભાઈ ગેડીયા તેમજ સાંસદ  દેવજીભાઈ ફતેપરા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કલ્પનાબેન ધોરીયા તથા ધારાસભ્ય ચોટીલા, વઢવાણ, પાટડી, લીંબડી, ધ્રાંગધ્રા તેમજ પ્રમુખ નગરપાલિકા ચોટીલા, પ્રમુખ તાલુકા પંચાયત ચોટીલા, પ્રમુખ જલારામ મંદિર ટ્રસ્ટ તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારી ઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવશે.

જે અન્વયે ચોટીલા ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારવા જાહેર જનતાને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું જિલ્લા રમત-ગમત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.