Abtak Media Google News

સાયલા નજીકથી રૂ.૫.૭૨ લાખના ૧૫૯ પેટી વિદેશી દારૂ પકડાયો: બે શખ્સો ફરાર

સુરેન્દ્રનગર પંથકના ચોટીલા અને સાયલામાં વિદેશી દારૂ નું કટીંગ થઇ રહ્યાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ચોટીલા પાસેતી રૂ .૬.૧૯ લાખનો અને સાયલા પાસેથી રૂ .૫.૭૨ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લીધો છે. દરોડા દરમિયાન ભાગી છુટેલા ત્રણ બુટલેગરોને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

ચોટીલા નજીક ન્યુ નાગરાજ હોટલ પાસે પાર્ક કરેલી જી.જે.૩૩ટી. ૧૨૬૮ નંબરનો બોલેરોકારમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે ચોટીલા પોલીસે દરોડો પાડતા પોલીસને જોઇ બોલેરોનો ચાલક ભાગ્યો હતો પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા બોલેરો રેઢો મુકી ફરાર થઇ જતા બોલેરોમાંથી રૂ .૬.૧૯ લાખની કિંમતની ૧૭૨ પેટી વિદેશી દારૂ મળી આવતા કબ્જે કરી ભાગી છુટેલા બુટલેગરની શોધખોળ હાથધરી છે.

જ્યારે સાયલાના સામતપર ગામની સીમમાં વિદેશી દારૂ નું કટીંગ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા બે બાઇક સવાર વિદેશી દારૂ રેઢો મુકી ભાગી ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી રૂ રૂ.૫.૭૨ લાખની કિંમતની ૧૫૯ પેટી વિદેશી દારૂ મળી આવતા કબ્જે કરી ભાગી છુટેલા બંને બાઇક સવારની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.