ચોટીલા: વન્ય પ્રાણીથી ગભરાવાની જરૂર નથી: મહિલા રેન્જ ઓફિસર જે.એમ. સરવૈયા

નાયબ વન સંરક્ષક સુરેન્દ્રનગર વનવિભાગ અંતર્ગત ચોટીલા રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા તાજેતરમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં નાયબ જિલ્લા વન સંરક્ષક સુરેન્દ્રનગરનાં એચ.વી. મકવાણા તથા ચોટીલા વન વિભાગના મહિલા ઓફિસર જે.એમ. સરવૈયા સહિતના અગ્રણીઓએ વનકર્મીઓની ઉપસ્થિતિમાં માર્ગદર્શન આપ્યું હતુ કે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લોકોને પ્રાણીથી ગભરાવાની જરૂર નથી. અને કંઈ પણ જરૂર જણાયતો તંત્રને તુરંત જાણ કરવી.

આ સાથે લોકોને વધુમાં જણાવાયું હતુ કે વન્ય પ્રાણીઓને નુકશાન પહોચાડીને ઈજાગ્રસ્ત ન કરવા અને મદદ માટે સંપર્ક કરવો, વગેરે જેવી જરૂરી માહિતી આપીને લોકોને વનવિભાગના ઓફિસર દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા.

Loading...