Abtak Media Google News

આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ શુભ કર્યા કરવા જાય ત્યારે તેને મીઠું મોઢું કરવવામાં આવે છે એટ્લે કે તેને કઈ પણ મીઠાઇ કે ગોળ ખવડાવી મીઠું મોઢું કરવવામાં આવે છે. વર્તમાન સમયમાં એક એવી લોકપ્રિય મીઠાઇ એટલે ચોકલેટ. રક્ષાબધન હોય કે કોઈનો જન્મદિવસ હોય કે ઘરે કઈ પણ પ્રસંગ હોય ચોકલેટ વગર બધુ અધૂરું છે. તેવા સમયે ફેબ્રુઆરીએ માહિનામાં એક આખું અઠવાડિયું વેલેન્ટાઇન વીક તરીકે ઉજવામાં આવે છે જે દરમિયાન પ્રેમની લાગણીને પ્રેમીઓ વિવિધ વસ્તુઓ દ્વારા અભિવ્યક કેરે છે જેમાં પણ એ અઠવાડિયાનો ત્રીજો દિવસ એટલે ચોકલેટ ડે.

વેલેન્ટાઇન વીક એટ્લે પ્રેમનો પર્વ જેમાં દરેક પ્રેમી ફોટામાં પ્રેમની અભવ્યક્તિ કરવાનું કે પોતાની લાગણીનો અહેસાસ કરવાથી ચૂંકતી નથી. એવામાં જો પ્રેમની સાથે ચોકલેટની મીઠાશ ભલે છે તો તમારો પ્રેમ વધુ મધુર અને લગનીભર્યો બને છે.

ચોકલેટ ડે માટે માર્કેટમાં વિવ્ધ ફ્લેવર વાળી, નાની મોટી, જુદાજુદા આકારણી જેમાં હાર્ટ શેપ વધુ લોકપ્રિય બન્યો છે. જે પ્રેમનું સચોટ પ્રતિક છે. માટે જ ચોકલેટ બનાવતી વિવિધ કંપનીઓએ પણ તેની ચોકલેટને હાર્ટનું સ્વરૂપ આપ્યું છે.

ચોકલેટ નાની હોય કે મોટી તેની મીઠાશ તો મધુર જ હોય છે. એવી જ રીતે તમારો પ્રેમ વર્ષો જૂનો હોય કે તેની મધુરતા જાળવવા માટે આ ચોકલેટ ડે પર સાથીને મીઠું મો જરૂરથી કરવજો અને તમારા પ્રેમને વધુ મધૂરો બનાવજો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.