ચીનના વાયરસનો ચેપ ગુજરાત સહિત ભારતના ઉદ્યોગોને માંદા કરી શકે!

138

કહેવાય છે ને કે લાબા સાથે ટુંકો જાય મરે નહી તો માંદો થાય..! ચીન સાથે કારોબાર કરીને સસ્તો માલ લાવનારા અને ઉધારીમાં ચીનને માલ વેચનારા ગુજરાત સહિતનાં ભારતીય વેપારીઓ આજે વગર અસ્ત્રે મુંડાઇ રહ્યા છૈ..! ચીનના. ૧.૧૦ કરોડની વસ્તીવાળા વુહાનકોરોના વાયરસનાં રોગચાળાએ સૌાના શ્વાસ તાળેવે ચોંટાડ્યા છે!આંકડા બોલે છે કે ચીનમાં લગભગ ૭૦૦૦૦ જણાને આ રોગની અસર થઇ છે. આશરે ૧૭૦૦ જણા સત્તાવાર રીતે મૄત ઘોષિત કરાયા છે.

ચીનમાં વુહાન ઇકોનોમીની દ્ર.શ્ટિએ ઘણું જ મહત્વનું છે. વ્યવસાયિક પ્રવૄતિથી ધમધમતા વુહાનમાં ટ્રેડ, ફાઇનાન્સ, ટ્રાન્સ્પોર્ટેશન આઇ.ટી, સ્ટીલ મેન્યુફેક્ચરીંગ, ઓપ્ટિક-ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ, લિથીયમ બેટરી, મોબાઇલ ફોન, રંગ તથા રમકડાં ઉપરાંત ફાર્માસ્યુટિકલનો કારોબાર મોટા પાયે થાય છે. આ ઉપરાંત હાલમાં સિનેમા, રેસ્ટોરન્ટ, પબ્લિક ટ્રાન્સપોર્ટ,હોટલ, કે કોમ્યુનટી સેન્ટરો જેવા જાહેર સ્થળો બંધ થઇ ગયા છે. આમ તો ૩૧ મી ડિસેમ્બર-૧૯ ના રોજ ચીન સરકારે WHO ને આ વાયરસની જાણ કરી હતી.પરંતુ આર્જે સ્થતી એટલી નાજુક થઇ છે કે WHO ને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવી પડી છે.

આ મહામારીનાં કારણે ચીન તો પાયમાલ થઇ જ રહ્યું છે સાથે જ ચીન સથે રોજનો વહિવટ કરતાં ગુજરાતનાં રમકડાં વાળા, બેટરીવાળા, મોબાઇલ વાળા, રૂ વેચનારા જીનરો, ટેક્ષ્ટાઇલ ડાઇ ઉત્પાદકો તથા હીરાવાળાનાં ધમધા ચોપટ થઇ ગયા છે. ઘણાનાં તો નાણા ત્યાં સલવાયા છે. જે લેવા માટે જવાની વાત તો બાજુ પર રહી તેમની સાથે સંપર્ક પણ મુશ્કેલ થઇ રહ્યા છે. કારણ કે ચીનની બજારો બંધ રહે છે, કારખાના બંધ પડ્યા છે. ક્યાંક કપાતા પગારે લે-ઓફ છે તો ક્યાંક ચાલુ પગારે રજા છે. સેંકડો કંપનીઓના ઉત્પાદન બંધ છે પણ કર્મચારીઓના પગાર ચાલુ છે. ઘણી જગ્યાએ માલ તૈયાર છે પણ ડિસ્પેચ બંધ છે. ઘણી જગ્યાએ ફાઇનાનસ્ છે પણ વાપરવા વાળું કોઇ નથી. ઇકોનોમીનું ચક્ર આવી ઘટનાઓ ના કારણે જ પાટા પરથી ઉથલી જતું હોય છે.  કદાચ આજ કારણ છે કે રોગચાળાના કારણે જેટલું નુકસાન નથી તેના કરતાં અનેક ગણું નુકસાન આ રોગને આગળ વધતો અટકાવવા માટે લેવાઇ રહેલા આકરાં પગલાને કારણે થઇ રહ્યું છે. પરંતુ ચાઇનીસ પ્રશાસન પાસે આનો બીજો કોઇ વિકલ્પ નથી.

ખ્યાબંધ ચાઇનીઝ કંપનીઓએ મંગાવેલા રો-મટિરીયલ ભરેલી સ્ટીમરો મધદરિયે અટકી છે કારણ કે પોર્ટ ર્બંધ છે. સંખ્યાબંધ કાર્ગો વિમાન લેન્ડ કર્યા વિના પાછા વળી ગયા છે કારણ કે ઍરપોર્ટ બંધ છે. યાદ રહે કે વિશ્વમાં ૮૦ ટકા સામાનની હેરફેર દરિયાઇ માર્ગે થાય છે. વિશ્વનાં સૌથી વધુ પરિવહન કરતાં ટોપ-૧૦ કાર્ગો બંદરો માંથી સાત ચીનનાં છે. કોરોના વાયરસનું સંકટ જેટલું લાબુ ચાલશે તેટલી વધારે સિસ્ટમ ખરાબ થશે.

ભારતમાં આવતા મહિને હોળીનાં તહેવારો છે, જેના માટે ચીનથી પિચકારી અને કલરની વિવિધ વેરાયટીઓ ભારતમાં આવવાની હતી જે ફેકટરીઓમાં કે બંદરો પર ક્ધટેનરોમાં અટવાઇ પડી છે. આજે સ્થિતી એવી છે કે ભારતીય બજારોમાં જો એવી હવા ફેલાય કે પિચકારી અને કલરમાં વાયરસ છે તો આ માલ ઉતર્યા પછી પણ તેનો કોઇ લેવાલ ન મળે. મતલબ કે રિટલવાળાની હોળીની ઘરાકી આ વખતે હોલિકાની સાથે જ રાખ થઇ જવાની છે.

મહામારીના કારણે ગુજરાત સહિત ભારતભરનાં ઓટો સેક્ટરને પણ અસર થઇ રહી છે. આમ તો આ ઇન્ડસ્ટ્રી એક મહિના માટેનો સ્ટોક રાખતી હોય છે તેથી ફેબ્રુઆરી-૨૦ નાં અંત સુધી તો ગાડી ચાલી જશે પણ  ત્યાર બાદ હાલતં ગંભીર થશે. કારણ કે હાલમાં ૩૫૦૦૦૦ જેટલા ઓટો મેન્યુફેક્ચરીંગ યુનિટ બંધ પડ્યા છે. જો ૨૦ ફેબ્રુઆરી સુધાી આ યુનિટ ચાલુ નહી થાય તો આ યનિટો પર નભતા અન્ય કારખાના પણ બંધ પડી જશે. આજ્રીતે હીરાના કારોબારનું હબ ગણાતું ગુજરાત આજે પરેશાન છે. હોંગકોંગ સહિતનાં ચીન તથા તેની સરહદે આવેલા રાજ્યોમાં માર્ચ મહિના સુધી શાળા કોલેજો તથા ઉદ્યોગો બંધ છે. પરિણામે આગામી બે મહિનામાં ગુજરાતના હીરા ઉદ્યોગને ૮૦૦૦ કરોડનું નુકસાન થવાની ધારણા છે. કારણ કે દર વર્ષે સુરતથી હોંગકોંગમાં ૫૦૦૦૦ કરોડના હીરાની નિકાસ થાય છે.

એમ તો અબજોના નુકસાન વચ્ચે ભારતને અમુક સ્થળે લાભ પણ છે. જેમ કે વૈશ્વિક બજારમાં સિરામીક, હોમવેયર, ફેશન, લાઇફસ્ટાઇલ તથા ફર્નિચર જેવા સેક્ટરમાં ભારત ચીનની સ્પર્ધામાં પાછું પડે છે. પરંતુ હવે આ સેકરટોમાં અન્ય દેશો ચીનના વિકલ્પ તરીકે ભારતને પસંદ કરે એટલે ભારતની તકો વધશે.

Loading...