Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી બેંક ધ ઇન્ડસ્ટ્રીઅલ એન્ડ કોમર્શીયલ બેંક ઓફ ચીન ભારતમાં મોટાપાયે રોકાણ કરવા સજજ

ભારતીય અર્થતંત્રને મળશે હકારાત્મક વેગ

ચીનની એક પ્રમુખ ચાઇનીઝ બેંક ધ ઇન્ડસ્ટ્રીઅલ એન્ડ કોમર્શીયલ બેંક કે જેણે ભારતમાં રોકાણ કરવા પહેલ કરી છે. આ બેંકે ભારત માટે ચીનનું પ્રથમ ફંડ ઉભુ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં રોકાણોની સુવર્ણ તકને લઇ વિશ્વનીના તમામ દેશો આગળ આવી રહ્યા છે. ચાઇનીઝ બેંકે ચીન પાસે આગ્રહ કર્યો છે કે તે ભારતીય અર્થ વ્યવસ્થામાં પ્રવેશ કરી મોટા પાયે રોકાણ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ સિ જિનપિંગ વચ્ચે તાજેતરમાં વુહાનમાં મળેલી બેઠક બાદ ચીને આ પ્રકારે નિર્ણય લીધો છે. ભારતમાં રોકાણને વધુને વધુ પ્રોત્સાહિત કરવા તરફ આ મહત્વનું પગલું ગણી શકાય. આ બેઠકમાં પી.એમ. મોદી અને રાષ્ટ્રપતિ જિનપીંગે બંને દેશોના પ્રિયશીપ વ્યવહારો વિશે ચર્ચા કરી અને પોતાના અર્થતંત્રને આગળ ધપાવવા અને નવી દીશા તરફ લઇ જવા પર વાર્તાલાપ કર્યો. ઇન્ડિસ્ટ્રીઅલ એન્ડ કોમર્શીયલ બેંક ક્રેડીટ સુઇસ ઇન્ડિયા માર્કેટ ફંડ નામનું ફંડ કે જે યુરોપ અને અમેરિકામાં ર૦ થી વધુ એકસચેન્જ ટ્રેડસ ફંડ રોકાણ કરાયું છે. આ ફંડ ભારતીય બજાર પર આધારીત છે.

જણાવી દઇએ કે ભારતમાં રોકાણ કરવા માટે ચીનનું આ પ્રથમ ફંડ છે. એક ફંડ મેનેજરે કહ્યું કે, ચીન દ્વારા પ્રસ્થાપિત આ ફંડ ભારતીય અર્થવ્યવસ્થામાં રોકાણ કરાશે ચીનના રોકાણથી ભારતને વિદેશી હુંડીયામ પ્રાપ્ત થવાની સાથે ટેકનોલોજી ક્ષેત્રે પણ ઘણો ફાયદો થશે.

આઇસીબીસી (ઇન્ડસ્ટ્રીઅલ એન્ડ કોમર્શીયલ બેંક) કે જે ૩.૬ ટ્રીલીયન ડોલરની સંપતિ સાથે વિશ્ર્વનીસૌથી મોટી બેંક છે. જેના રોકાણથી ભારતીય અર્થતંત્રને વૃઘ્ધી મળશે.

બેંકના સુત્રોના જણાવ્યા પ્રમાણે આઇસીબીસી ક્રેડીટ સુઇમ ઇન્ડિયન માર્કેટ ફંડ વેચાણ માટે ૭ મે થી રપ મે સુધી મુકાશે. ભારતમાં રોકાણ કરી ઊંચુ વળતર મેળવવા વિદેશી કંપનીઓ પ્રોત્સાહીત થઇ છે જેના પરિણામે પ્રથમ વખત ચીન સાર્વજનીક રુપથી ભારતમાં રોકાણ કરવા આગળ આવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.