૩૩ કરોડ ૯૦ લાખ માઈલની લાંબી ચીનની નાસા સામેની ‘રેસ’

આગામી ૬ માસમાં ચીન પોતાનું ‘માનવરહિત યાન’ મંગળ પર ઉતારશે : ૨૦૩૦ સુધીમાં ભ્રમણ કક્ષામાં અવકાશ સંશોધન કેન્દ્ર સ્થાપીત કરાશે

અવકાશ સંશોધન ક્ષેત્રે આગળ પડતા દેશોમાં રશિયા અને અમેરિકા બાદ હવે ચીન પણ નાસાના મિશન મંગલની ૩૩ કરોડ ૯૦ લાખ માઈલની રેસમાં સામેલ થઈને અવકાશ સંશોધન ક્ષેત્રે નાસાના દબદબા સામે ચીને હરિફાઈ કરવાનું નકકી કર્યું છે. અત્યાર સુધી ટ્રેડવોર જેવી આર્થિક હરીફાઈમાં એકબીજાને હંફાવનારા ચીન અને અમેરિકા હવે મિશન મંગલમા હરિફાઈમાં ઉતરવાના છે.

પ્રથમવાર એકબીજાને હંફાવતા બંને રાષ્ટ્રો હવે અન્યગ્રહોમાટે હરિફાઈમાં ઉતરશે ચીને અમેરિકાને અન્યગ્રહ માટે પડકાર ફેંકયો છે. ચીનની અવકાશર સંસ્થા આગામી છ મહિનામાંજ નાસા સાથે કદમ મિલાવવા અને પોતાના દેશની ટેકનોલોજીની ઉપલબ્ધીની ચકાસણી માટે અમેરિકાના નાસા સામે મિશન મંગલમની તૈયારી કરવા લાગ્યું છે.

માનવ રહીત યાનનું મંગળપર ઉતરાણ કરાવવાનું મહત્વકાંક્ષી મિશનથકી ચીનનેસૂપરપાવર તરીકે પ્રસ્થાપિત કરવા રાષ્ટ્રપતિ જીંગપીંગે વિજ્ઞાનિકો પર દબાણ કર્યું છે. દેશ ચંદ્ર સુધી તો પહોચી ચૂકયો છે હવે ૨૦૩૦ સુધીમા ભ્રમણ કક્ષાઓમાં અવકાશ સંશોધન કેન્દ્ર ઉભુ કરવા ચીન આગળ વધી રહ્યું છે.

અવકાશી સંશોધન સંસ્થાના પ્રવકતા એમીલી લાકડાવાળા એ જણાવ્યું હતુકે વિશ્ર્વસ્તર ટેકનોલોજીનાં આવિસ્કારના પ્રદર્શન માટે આ પગલુ વટનો સવાલ બન્યું છે. ચીનના વિજ્ઞાનિકોએ ૩૦ મીલીયન માઈલ દૂર અગન ગોળ જેવું આ ગ્રહ કે જે પૃથ્વીથી તદન નજીક માનવામાં આવે છે. અને દર છ મહિને તે પૃથ્વી નજીક પસાર થાય છે.

વિશ્ર્વમાં અત્યારસુધીમાં અમેરિકા, યુરોપ, રશિયા અને યુએઈ, અવકાશી સંસ્થાનો દ્વારા રોબોટીક મિશન હાથ ધરવામાં આવ્યા છે. જુલાઈથી ઓગષ્ટ દરમિયાન જયારે બે ગ્રહો નજીક આવે છે. ત્યારે મોટાપ્રમાણમાં સંશોધન થાય છે.

મંગળ પૃથ્વીથી ઘણુ સામ્ય ધરાવતું ગ્રહ છે. અને ત્યાં માનવ વસવાટની શકયતાઓ જોવામાં આવી રહી છે. ચીને રોકેટથી ગયા ડિસે.માં માર્સ સુધી પહોચવાની પરિક્ષીત તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેનું પહેલુ પરિક્ષણ ૨૦૧૭માં અસફળ થયું હતુ ટેકઓફ થયાપછી છ મીનીટમાંજ હનાન ટાપુ નજીક પડી ભાંગ્યું હતુ. હવે ચીન ફરીથી તેમાં કામે લાગી ગયું છે. અને ૨૦૨૦માં ગમે તેમ કરીને માર્સ સુધી પહોચવાનો તખ્તો તૈયાર કરવાનું મન મનાવી ચુકયું છે. ૨૦૨૨માં ફેફટફાય માટે અવકાશમાંજ લોન્ચ પેડ તૈયાર કરી દેવામાં આવશે.

ચીન સહિતના દેશો સૂર્ય પછીના ચોથા ગ્રહે પહોચવા માટે ૫૦ થી વધુ પ્રયત્ન કરી ચૂકયા છે. પરંતુ મોટાભાગે નિષ્ફળ થયા છે. પરંતુ નાસાને જ ૧૯૭૬માં સફળતા મળી હતી.

ચીનના લીડપેન્ગે જણાવ્યું હતુ કે અમેરિકાની જેમ ચીન પણ આ કામ કરી શકશે નાસાએ સૌ પ્રથમ મંગલ ૨૦૨૦ મિશન રોવર, જુલાઈ, ઓગષ્ટમાં હાથ ધરવાનું નકકી કર્યું છે. આમિશન વાતાવરણમાંથી કાર્બન ડાયોકસાઈટમાંથી ઓકિસજન બનાવવાની દિશામાં મહત્વનું બનશે.

નાસા માટે મંગળ પર સહમાનવયાન મોકલવાનું મિશન સૌથી મહત્વનું ગણવામાં આવે છે. ૨૦૨૨માં નાસાનું વિર્જિન આ માટે સમર્થ બને તેવું નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યું છે. મંગલની યાત્રા અને તેમાં પરિક્ષણમાં ચાયનાની અવકાશ સંસ્થા મુશ્કસ્પેસ એકસ સાધનો વાહનો બનાવવા માટે કાર્યરત થઈ ગઈ છે. દર ૨૬ મહિને એકલાખ લોકોના અવકાશ પ્રવચન અને મંગળ નજીકનો લાહવો લેવાનું વિચારી રહ્યું છે. મિશન મુશ્કને ૨૦૫૦ સુધીમાં સંપૂર્ણ પણે સફળ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.યુનાઈટેડ અરબ અમિરાત પણ નિસ્તુબીસીના સહયોગથી અવકાશમાં રોકેટ મોકલવા તૈયાર થયું છે. ચાયનાનુ અવકાશ બજેટ નાસાના ખર્ચના આંકડાઓ સાથે તાલમેલ મિલાવવા ખાંડા ખખડાવી રહ્યું છે.

ચીન મંગળ માટે લોન્ચ પેડ તરીકે ગેબીના રણમાં સ્પેશસેન્ટર ઉભુ કરી રહ્યું છે. નવે. મહિનામાં એક ટીવી કાર્યક્રમમાં બતાવવામાં આવ્યું હતુ ચીનની અવકાશ સંશોધન સંસ્થાઓ બેઈજીંગ નજીક ૭૦ મીટર એટલે કે ૨૩૦ ફૂટના ઘેરાવામાં સપાટી તરફ ધીરેધીરે તરાણ કરવાના સફળ પ્રયોગો કર્યા હતા.

લાકડાવાળાએ જણાવ્યું હતુકે દર ૨૬ મહિને મંગળ જયારે પૃથ્વીથી સૌથી નજીક આવે ત્યારે તેના પર ઉતરાણ કરવાની તક આવે છે. આપણે મિશન ચંદ્ર દર મહિને હાથ ઉપર લઈ શકીએ પરંતુ મંગળ ઉપર ઉતરવા માટે ૨૬ મહિનાનો ઈન્તેજાર કરવો પડે. ચીન અને અમેરિકા વચ્ચેની ટ્રેડવોર પછી હવે બંને દેશો વચ્ચે અવકાશમાં હરિફાઈ શરૂ થશે.

Loading...