ચીનની વધુ ૨૭૫ એપ્લિકેશન સરકારના રડારમાં

અગાઉ ૫૯ એપ્લિકેશનો ઉપર પ્રતિબંધ મૂક્યા બાદ સરકાર હવે  ચીનની વધુ એપ્લિકેશનો ઉપર લગામ લગાવે તેવી શક્યતા

ચીનની સામેની આપણી લડાઇ આગળ વધી રહી છે. અગાઉ પણ ચીની એપ પર પ્રતિબંધ મુકાયા બાદ હવે વધુ ૨૭૫ ચીની એપ સરકારના રડારમાં આવી છે. આ ચીની એપ. કંઇ કંઇ  છે? તેનાથી દેશને તથા સલામતિને શું શું જોખમ છે તે અંગે વિગતો જાણીએ.

પીયુબીજી, ઝિલ્લી, અલીએકસપ્રૈસ, રેસો, યુબાઇક, મીટુ, એલબીઇ ટેક, પરફેકટ કોર્પ, સિના કાપર્, નેટીસ ગેમ્સ, યુઝુ ગ્લોબલ પણ સરકારના રડારમાં છે.

આ તમામ ચીની એપ.થી વ્યકિત સંસ્થાની ખાનગી માહીતી અને દેશની સુરક્ષા ઉપર ખતરો ઉભો થઇ શકે તેમ હોવાની શંકા છે.

સરકારે સોમવારે વધુ ૪૭ ચીની એપ. પર પ્રતિબંધ મુકયો છે. આ એપ. અગાઉ પ્રતિબંધ મુકાયેલી ચીની એપ.ના કલોન છે અથવા તેની સામે એકયા બીજી રીતે જોડાણ ધરાવે છે. તેમ સરકારના સૂત્રોએ જણાવાયું હતું.

આ વધુ ૪૭ મોબાઇલ એપ. પર પ્રતિબંધ મુકવામાં આવ્યા દેશમાં પ્રતિબંધીત કરાયેલી ચીની એપ.ની સંખ્યા ૧૦૬ થઇ છે.

ગત માસમાં સરકારે ટીકટોક, કેમ સ્કેનર, શેર ઇટ, યુસી બ્રાઉજર, બૈદુ મેપ, બીગો લાઇવ તથા વિગો વિડિયો સહિત પણ મોબાઇલ એપ. પર પ્રતિબંધ મુકયો હતો. આ ઉ૫રાંત હેલો લીકી એમ.આઇ. વીડિયો કોલ મીઓની કલેશ ઓફ કિંગ્સ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ કલબ ફેકટરી તથા શીનનો મપણ પ્રતિબંધિત એપમાં સમાવેશ થાય છે.

આ ઉ૫રાંત અન્ય ર૭૦ જેટલા ચીની એપ ભવિષ્ય પર પણ લટકતી તલવાર છે. જેમાં મોટી ટેક કંપની ટેન્સેન્ટની પબજી ગેમનો પણ સમાવેશ થાય છે.

Loading...