ચીન ભારતમાંથી પોતાના નાગરિકોને પરત બોલાવશે

ભારત-ચીન વચ્ચે સંબંધો વણસતા

હિમાલય ક્ષેત્રમાં લશ્કરી કવાયત અને રાજદ્વારી સંબંધોના બદલાતા જતા પરિમાણો વચ્ચે ચીને પોતાના નાગરીકોને લોકડાઉન દરમિયાન જ ભારતમાંથી પરત બોલાવવામાં આવતા અઠવાડિયાથી શરૂ કરી દેવાનો નિર્દેશ આપ્યો હતો અનેક મુશ્કેલીઓનો સામના છતા ભારતમાં લોકડાઉન વચ્ચે આવતા અઠવાડીયેથી જ ચીન પોતાના નાગરિકોને પરત બોલાવવાનું શરૂ કરશે.

એક અહેવાલમાં જણાવાયું છેકે ચાયનાએ ભારતમાંથી પોતાના નાગરિકોને પાછા બોલાવવા માટે દિલ્હી, મુંબઈ કોલકતાથી સાંધાઈ ટોમકીંગ, જીનાન, વુઆંગજો અને જંગજોન્ગ વિમાન સેવાઓ બીજી જૂનથી શરૂકરવાની તૈયારીઓ કરી છે. ચીન એલચીએ વેબસાઈટ ઉપર સ્વદેશ પરત આવવા ઈચ્છતા પોતાના નાગરિકોને ફલાઈટમાં બુકીંગ કરાવવાનો નિર્દેશ આપી દીધો છે.

સુત્રોએ જણાવ્યું હતુ કે ગયા અઠવાડિયા સુધીમાં સ્વદેશ પરત જવા ઈચ્છતા ૬ હજાર વિદેશીઓ સાથે ચીની નાગરિકોને પણ પાછા જવાની વ્યવસ્થા ઉભી કરી છે.

ભારત ચીન વચ્ચે સંબંધો અત્યારે વણસી રહ્યા છે. તેવા સંજોગોમાં ચીનની આ જાહેરાત સુચક માનવામાં આવે છે. નના રોકાણકારો માટે કડક નિર્દેશો અને ઉતર લડ્ડાખમાં ઉભી થયેલી વર્તમાન વિસંત પરિસ્થિતિ વચ્ચે ચીનની આ કવાયત અને નાગરિકોને પરત બોલાવી લેવાની હિલચાલને અસામાન્ય ગણવામાં આવી રહી છે.

સરહદ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સંઘર્ષનાં પગલે ભારતની સેનાને હાઈએલર્ટ કરી દેવામાં આવી છે. સેનાઅધ્યક્ષ જનરલ એમ.એન.નારવાણષએ તનાવગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને તંત્રને સતર્ક રહેવાના આદેશો આપી દીધા છે. ચીની સૈનિકો ભારતીય વિસ્તાર લડ્ડાખમાં ઘુષણખોરીનો પ્રયાસ અને લડ્ડાખના ચાર પાંચ જગ્યાએ ચીની સૈનિકોની ઘુષણખોરીની પૈરવી સામે આવી છે.તેવા સંજોગોમાં એક તરફ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંઘર્ષની સ્થિતિ ઉભી થઈ છે. તેવા સંજોગોમાં ચીન પોતાના નાગરિકોને પરત બોલાવી લેવાનીહાથ ધરેલી કવાયતમાં કંઈક અજુગતુ થનાર હોવાનું નિષ્ણાંતોનો મત પ્રવર્તી રહ્યો છે.

Loading...