ચીન પાકિસ્તાનની જુગલબંધી ખતરનાક: આર્મી ચીફ નરવાણે

ઉત્તરી બોર્ડર પર અને લદ્દાખમાં ઉચ્ચ સ્તરની તૈયારી,  કોઇપણ પડકારનો સામનો કરવા ભારતીય સેના તૈયાર

ચાઇના અને પાકિસ્તાનની જુગલબંધી ખતરનાક છે, ત્યારે ઉત્તરી બોર્ડર પર અને લદ્દાખમાં ઉચ્ચ સ્તરની તૈયારી કરી છે,  કોઇપણ પડકારનો સામનો કરવા ભારતીય સેના તૈયાર છે તેવું આજરોજ ભારતીય સેનાના આર્મી ચીફ જનરલ એમ એમ નરવાણે દ્વારા જણાવાયું હતું.

ભારતીય સેનાના આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવણેએ કહ્યું છે કે, દેશની સેના માત્ર પૂર્વ લદ્દાખ માં જ નહીં પરંતુ ઉત્તરી બોર્ડર પર પણ હાઇ એલર્ટ મોડમાં છે. અહીં સેના દરેક પડકારોનો જવાબ આપવા માટે તૈયાર છે. આર્મી ચીફે પોતાની વાર્ષિક પત્રકાર પરિષદમાં કહ્યું કે ગયું વર્ષ પડકારોભર્યું રહ્યું હતું. બોર્ડર પર તણાવ હતો અને કોરોના સંક્રમણનો પણ ખતરો હતો. પરંતુ સેના એ તેનો સફળતાથી સામનો કર્યો છે.

વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન અને ચીન મળીને ભારત માટે એક શક્તિશાળી ખતરો પેદા કરે છે અને ટકરાવની આશંકાને દૂર કરી શકાય નહીં. તેમણે કહ્યું કે અમે ઉત્તરી બોર્ડર પર અને લદ્દાખમાં ઉચ્ચ સ્તરની તૈયારી કરી છે અને કોઇપણ પડકારનો સામનો કરવા તૈયાર છીએ.

લદ્દાખ અને ઉત્તર સરહદની તૈયારીઓ અંગે કહેતા આર્મી ચીફે કહ્યું કે સેના એ શિયાળાને લઇ પૂરી તૈયારી કરી છે. લદ્દાખની સ્થિતિની માહિતી આપતા સેના પ્રમુખે કહ્યું કે અમને શાંતિપૂર્ણ સમાધાનની આશા છે પરંતુ અમે કોઇપણ આકસ્મિક પડકારોનો સામનો કરવા તૈયાર છીએ. તેના માટે ભારતની તમામ લોજિસ્ટિક તૈયારી સંપૂર્ણ છે.

સેના પ્રમુખે કહ્યું કે પૂર્વ લદ્દાખમાં અમે સતર્ક છીએ. ચીનની સાથે કોપર્સ કમાન્ડર લેવલની ૮ રાઉન્ડની વાર્તા થઇ ચૂકી છે આપણે નેકસ્ટ રાઉન્ડની વાર્તાની રાહ જોઇ રહ્યા છીએ. અમને આશા છે કે સંવાદ અને સકારાત્મક પહેલેથી આ મુદ્દાનો ઉકેલ આવશે. તેમણે કહ્યું કે કોઇપણ ઇમરજન્સી સ્થિતિને ઉકેલવા માટે અમારી તૈયારી એકદમ ઉચ્ચ કોટિની છે અને આપણી સેનાનું મનોબળ ઉંચું છે.

પાકિસ્તાનનો ઉલ્લેખ કરતાં આર્મી ચીફે કહ્યું કે પાકિસ્તાન હજુ પણ આતંકવાદને ભલે છાવરે પરંતુ આતંકવાદના પ્રત્યે આપણી નીતિ ઝીરો ટોલરેન્સની છે. અમે અમારા પસંદગીનો સમય, સ્થળ અને લક્ષ્ય પર પ્રતિક્રિયા આપવાના અમારા અધિકારને સુરક્ષિત રાખ્યો છે, એ સ્પષ્ટ સંદેશ આપણી સરહદ પાર બેઠેલા પાડોશી દેશને આપ્યો છે.

સેનામાં સંસ્થાગત ફેરફાર પર આર્મી ચીફે કહ્યું કે ઇન્ડિયન આર્મી પોતાના તકનીક આધારિત ફાઇટિંગ ફોર્સમાં ઢાલ રહ્યું છે. આ અંગે એક અભ્યાસ કર્યો હતો અને તેના આધાર પર બનાવામાં આવેલા રોડમેપ પર કામ કરી રહ્યા છે. અમે ભવિષ્યના પડકારોથી લડવા માટે સેનાને ટેક સેવી બનાવી રહ્યા છીએ.

જનરલ નરવાણે એ કહ્યું કે ગયા વર્ષે જે ગતિવિધિઓ થઇ તેને એ વાત પર જોર આપ્યું કે અમે અમારી ક્ષમતાને વધારીએ. અમે સેનાના આધુનિકીકરણ માટે કેટલાંય કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આર્મી ચીફે કહ્યું કે પ્રધાનમત્રીના આત્મનિર્ભર ભારતના લક્ષ્યને ધ્યાનમાં રાખતા ૮૦ થી ૮૫ ટકા કરાર ભારતીય કંપનીઓ સાથે કર્યા છે.

Loading...