ચીને સરહદે સંદેશા વ્યવહાર માટે ૬૫ કિ.મી. ઓપ્ટીકલ ફાઇબર કેબલ પાથર્યો

બંને દેશ વચ્ચેનો તનાવ ઘટાડવા કવાયત દરમિયાન ચીન સૈન્ય દ્વારા સુરંગ ખોદતા ભારતીય જવાનોને કરાયા એલર્ટ

ભારત અને ચીન સરહદે તનાવની સ્થિતીનું નિર્માણ થયા બાદ બંને દેશના વિદેશ મંત્રી દ્વારા થયેલી ચર્ચાના અંતે પાંચ મુદા પર સંધી સાધવામાં મળેલી સફળતા બાદ ચીની સૈન્ય દ્વારા લેહ-લદાખ ખાતે ૬૫ કીલોમીટરમાં સુરંગ ખોદી ઓપ્ટીકલ ફાયબર કેબલ પાથરવાની કાર્યવાહી કરતા ભારતીય જવાનો એલર્ટ બની ગયા છે. ત્યારે ગુપ્તચર તંત્ર દ્વારા ચીન સંદેશા વ્યવહાર માટે આ કેબલ પાથર્યાનો મત વ્યક્ત કર્યો છે.

સરહદી વિસ્તાર પર હિમાલયન વિસ્તારમાં ચીનના સૈન્યદળોએ ઓપ્ટીકલ ફાયબર કેબલનું નેટવર્ક પાથરી રહ્યું છે. ભારતની સરહદ સાથે સલગ્ન હિમાલયન વિસ્તારમાં ચીની સૈન્ય મોટી સુરંગ ખોદીને ઓપ્ટીકલ ફાયબર કેબલ પાથરવાનું કાર્ય ઝડપતી કરી રહ્યાનું લેહ સરહદી વિસ્તારમાં તૈનાત ભારતના બે અધિકારીઓએ જણાવ્યું છે.

ભારત અને ચીન વચ્ચે ઉભી થયેલા તનાવને નિવારવા માટે બંને દેશના વિદેશ મંત્રી દ્વારા કરેલી મંત્રણાના સુખદ પરિણામ આવ્યા છે. ત્યારે ચીન દ્વારા ઓપ્ટીકલ ફાયર કેબલ પાથવાની કાર્યવાહીથી સરહદ પર ફરજ બજાવતા સૈન્ય સાથેનો સંદેશા વ્યવહાર ઝડપી બની શકશે તેમ લદાખ ખાતે ફરજ બજાવતા ભારતીય લશ્કરના ઉચ્ચ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

ચીનના વિદેશ મંત્રીએ સરહદીય અહેવાલો અને પ્રશ્નો અંગે તાત્કાલિક પ્રતિભાવ આપ્યા નથી તેવી જ રીતે સરક્ષણ કાર્યાલય દ્વારા પણ તાત્કાલિક પ્રતિભાવ આપવામાં આવ્યો નથી હજારોની સંખ્યામાં ભારત અને ચીનના લશ્કરીદળો ટેન્ક અને યુધ્ધ વિમાન સાથે સરોવરના દક્ષિણ ભાગમાં ૭૦ કીમી લાંબો મોરચા પર સાબદા થઇ ગયા છે. સરહદ પર તૈનાત સૈન્યમાં કોઇ ફેરફાર કરવામાં નહી આવે તે ભારતીય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

એલએસીની અંતિમ સ્થિતી લેહ અને લદાખના મુખ્ય શહેરો  પર સવારથી જ ભારતીય યુધ્ધ જહાજો દ્વારા ખીણ વિસ્તારમાં ચક્કર લગાવવાનું ચાલુ રાખ્યું હતું. અને હવાઇ દળને સાબદુ કરી સતત પેટ્રોલિંગ દ્વારા ચાપતી નજર રાખવામાં આવી રહી છે. સરહદ પર ભારત અને ચીનના સૈન્ય થોડા થોડા અંતરે જોવા મળી રહ્યા છે બીજી તરફ ચીન સૈન્ય દ્વારા ઓપ્ટીકલ ફાયબર કેબલની કામગીરીને ઘણી ઝડપથી કરી રહ્યા છે. ચીન સૈન્ય દ્વારા એક મહિલા અગાઉ પણ સરોવર પાસે કેબલ પાથર્યાની વાતને ગુપ્તચરના અધિકારી દ્વારા સમર્થન આપી ચીનની ગતિવિધી પર ભારતીય સૈન્યની ચાપ્તી નજર હોવાનું જણાવ્યું છે.

આ ઉપરાંત ઉપગ્રહની મદદથી આ વિસ્તારની કેટલીક તસ્વીર લેવામાં આવી હતી તેમાં પણ ચીન દ્વારા દક્ષિણ ભાગમાંમોટી સુરંગ ખોદવામાં આવ્યાનું જણાય રહ્યું છે. સરહદ પર ફરજ બજાતા સૈન્યની સ્થિતી તાત્કાલિક જાણવા અને ત્યાંના પ્રશ્નો અંગે સંદેશા વ્યવહાર ઝડપી બને તે માટે કોમ્યુનિકેશનનું કામ થઇ રહ્યાનું જણાવવામાં આવી રહ્યું છે.

Loading...