Abtak Media Google News

આ વખતે જન્માષ્ટમી એટલે કે ક્રુષ્ણ જન્મનો તહેવાર ૨ સ્પ્ટેંબર ૨૦૧૮ના દિવસે પૂરા દેશમાં મનાવામાં આવે છે.ભગવાન કૃષ્ણા માટે અનેક અલગ અલગ પકવાન બનાવામાં આવે છે તો આજે આપણે સ્વાસ્થ્ય માટે ભરપૂર પોષકતત્વો ધરાવતી થાલી પીઠની રેસીપી વિષે વાત કરીશું.

Maxresdefault 28સામગ્રી:

૧/૨ કપ રાજગ્રાનો લોટ

૧/૨ સિંગોળાનો લોટ

૧/૨ બાજરાનો લોટ

૧ કાકડી

૧/૨ આદું મરચાં પેસ્ટ

બારીક સમરેલ કોથમરી

મીઠું સ્વાદાનુસાર

૧ ટેબલસ્પૂન તલ

૧  ટેબલસ્પૂન જીરું

૨ ટેબલ સ્પૂન તાજી મલાઈ

૧ ટેબલસ્પૂન શુદ્ધ ઘી

બનાવાની રીત:

સૌ પ્રથમ કાકડીને ધોઈ ને ઝીણી ક્રશ કરી લો. ત્યારબાદ રાજગ્રાનો લોટ,સિંગોળાનો લોટ,બાજરાનો લોટ લો તેમાં આદું મરચાં પેસ્ટ,ક્રશ કરેલ કાકડી, જીરું ,તાજી મલાઈ, તલ, મીઠું સ્વાદાનુસાર, બારીક સમરેલ કોથમરી ઉમેરી લોટ ત્યાર કરો.Thalipeeth2 0

ત્યારબાદ તેને રોટલી વણી તે રીતે વણી લો ત્યારબાદ નોનસ્ટિક પેન પર શેકી લો. બંને તરફ ઘી લગાડી ધીમા તાપ પર ગોલ્ડન બ્રાઉન શેકી લો. તો ત્યાર છે થાલી પીઠ. તેને તમે સોસ સાથે પણ સર્વ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.