Abtak Media Google News

દર રવિવારે મેચ યોજાશે: ૩૨થી વધુ ટીમો વચ્ચે કાંટે કી ટકકર

સુરેન્દ્રનગર ડીસ્ટ્રીક ફુટબોલ એશોસીએશન અને ૭ સ્ટાર સ્પોર્ટસ કલબ દ્રારા ચિલ્ડ્રન ફુટબોલ લીંગ- ૨૦૧૯ નુ આયોજન કરવામા આવેલ છે  તા. ૩.૨.૧૯ ના રોજ ફુટબોલ સ્પર્ધાનો પ્રારંભ કરવામા આવેલ હતો

આ સ્પર્ધામા અન્ડર ૧૨.૧૫.૧૭ વર્ષની કેટેગરીના ખેલાડીઓ  કેટેગરી મુજબ ટીમોમાથી રમશે સુરેન્દ્રનગર તેમજ સુરેન્દ્રનગર જીલ્લાની  ૨૦ જેટલી સ્કુલોના વિદ્યાર્થીઓ ની ૩૨ થી વધુ ટીમો જોડશે દર રવિવારના રોજ એમ પી શાહ કોમર્સ કોલેજ ના ગ્રાઉન્ડ પર ૮.૩૦ કલાકે દરેક કેટેગરી પ્રમાણે દરેક ટીમોને લીંગ મેચ રમાડવામા આવશે. આજની પ્રારંભીંગ મેચોમા કુલ ૧૫ મેચો રમાડવામા આવી હતી જેમા વનવર્ડ. દયામઇસ્કુલ જે એન વી .એસ.પી ડી.પી એસ અને સનફલાવર સહીત સ્કુલની કેટેગરી મુજબ લીંગ મેચો રમાયા હતા. ચિલ્ડ્રન ફુટબોલ લીંગ- ૨૦૧૯ સફળ બનાવવા મહિપાલસિહ રાણા. યથપાલસિહ ઝાલા. રાજદિપસિહ. જાદવ ભાગ્ય મનદિપસિહ.સહીત  એમ પી શાહ કોલેજ પરિવાર સુરેન્દ્રનગર જીલ્લામા ફુટબોલ સ્પર્ધા રોમાચક બને તેમાટે ખુબ જહેમત ઉઠાવી રહયા છે તા.૧૦.૨.૧૯ ના રવિવારના રોજ એમ.પી શાહ કોમર્સ કોલેજ ના ગ્રાઉન્ડ પર ૮.૩૦ કલાકે દરેક કેટેગરી પ્રમાણે દરેક ટીમોને લીંગ મેચ રમાડવામા આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.