Abtak Media Google News

કાલે બાળદિવસ

ઉજજવળ સમાજ માટે બાળકોનું શિક્ષણ-સંસ્કારથી યોગ્ય ઘડતર જરૂરી

નિર્દોષ હાસ્ય અને કુમળુ ડિલ ધરાવનાર ભાવિ પેઢીને વિસરાઈ ગયેલી રમતો રમતા જોઈને આપણે બાળપણની યાદો તાજા થઈ જાય છે. આવતીકાલે ચાચા નહે‚ના જન્મ દિવસને બાળદિવસના રૂપમાં ઉજવવામાં આવશે.

ત્યારે તમામ સ્કુલોમાં ફેન્સી ડ્રેસ, ડાન્સ્અને ફુડ ફેસ્ટીવલ જેવી બાળકોને મનપસંદ રમતો રમાડવામાં આવશે. કિસ્મત કહેવી કે ભાગ્ય પરંતુ ગરીબ બાળકોને પોતાની અલગારી મોજમાં રમતા જોઈને આપણને આનંદ તો થાય છે પણ સાથે જ જાત-જાતના વિચારો પણ આવે છે. ટકે-ટકના ભોજનની વ્યવસ્થા કરતા આ માસુમ ભુલકાઓનું ભવિષ્ય શું ?, શું સાંજે તેમને રોટલો મળશે ? તેના વાલીઓ બાળકને સ્કુલે મોકલતા હશે ? આ પ્રકારના અનેક વિચારો આપણા મનમાં આવે છે. આજે આપણે બદલતી ટેકનોલોજી અને સમયની સાથે રિમોટ ક્ધટ્રોલ, ઓટોમેટીક રોબોટ અને ટ્રેન જેવા મોંઘા રમકડા બાળકોને અપાવીએ છીએ ત્યારે આ બાળકો ઢીકા-ઢગલી, પૈડુ ફેરવવું, અડકો-દડકો અને ઠેરીઓની રમત સાથે પણ તંદુરસ્ત અને ખુશખુશાલ નજરે પડે છે. કેવા પરીવારમાં બાળકનો જન્મ થયો તે તો કિસ્મતના લેખા જોખા કહી શકાય પણ સાચી અમીરી તો સુખી જીવન, ભલે આ બાળકો પાસે ટકનો રોટલો નથી પણ આમ છતાં તેઓ પોતાના બાળપણને અલગારી અવતારે માણી લેવામાં મશગુલ દેખાઈ રહ્યા છે. આજના બાળકો મોબાઈલ અને ઈન્ટરનેટમાંથી બહાર નિકળતા નથી ત્યારે ગરીબ બાળકોમાંથી શિખવા જેવી બાબતો શારીરિક તંદુરસ્તી અને શેરી રમતો છે.

ચલ મેરી ગાડી ટીક..ટીક… 1 43
લાલ લખોટી ઇટાણી………..Vlcsnap 2018 11 13 13H06M40S70

આડી માટલી ચીરાણી…….Vlcsnap 2018 11 13 13H13M36S137

ઓલી કનેથી તારો થાપ્પો……..Vlcsnap 2018 11 13 13H13M02S36

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.