Abtak Media Google News

વડોદરાની એમ.એસ.યુનિ. દ્વારા સાયબર સેફટી એન્ડ સાયબર સ્પેસ વેબિનાર યોજાયો

વેબિનારમાં દેશ-વિદેશના ૧૩૦૦ લોકો જોડાયા

દેશમાં બાળકો ઓનલાઈન શારીરિક શોષણનો વધુ ભોગ બને છે તેમ એમ.એસ.યુનિ. દ્વારા યોજાયેલા વેબિનારમાં જણાતા સુપ્રીમ કોર્ટના ડો.કર્ણિકા શેઠે જણાવ્યું હતું.

ફેકલ્ટી ઓફ લો ઘી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને ફાઉન્ડેશન ઓફ ઇન્સ્ટીટ્યૂશનલ રિફોર્મ અને એજ્યુકેશન (ફાયર)ના સંયુક્ત ઉપક્રમે સાયબર સેફટી એન્ડ સાયબર સ્પેસ વિષય પર બીજી જૂનના રોજ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સુપ્રીમ કોર્ટના વકીલ ડો.કર્ણિકા શેઠ આતરરાષ્ટ્રીય ખ્યાંતિ ધરાવતા સાયબર લોમાં નિપુણતા ધરાવે છે.

વેબિનારનું આયોજન ફેકલ્ટી ડીન પ્રો.ડો. ભાવના મેહતાના નિર્દેશન હેઠળ કરવા માં આવ્યું. આ સત્રનું સંચાલન ફેકલ્ટીના એસોસિએટ  પ્રોફેસર ડો. ઘનશ્યામ સોલંકી  અને આસીસ્ટન્ટ પ્રોફેસર ડો.રાજેન્દ્ર  પરીખ દ્વારા કરવામાં આવ્યું. તેઓએ વેબિનારમાં ભારતમાં સાયબર ક્રાઇમની પરિસ્થિતિ વિષે વાકેફ કર્યા હતા. તેઓ એ જાહેર થયેલા આંકડાના આધારે જણાવ્યું હતું કે, ફક્ત મહારાષ્ટ્રમાં કોરોનાના સમય દરમિયાન સાયબર ક્રાઇમમાં ૨૫%નો વધારો થયો છે.

તેઓએ બાળકો જયારે એકલા હોય ત્યારે તેમને સંભાળવાની ખાસ જવાબદારી ઉપર ખાસ ભાર મૂક્યો હતો કારણ કે બાલ  બળાત્કારી બાળકો સાથે અપરાધિત કૃત્ય કરનાર તથા બીજા સાયબર ક્રિમીનલ બાળકોને જલ્દી છેતરે છે. તેમણે કહ્યું કે ભારત દેશ દુનિયાના બધા દેશો માનો એક દેશ છે. જેમાં બાળકો ઓનલાઈન શારીરિક શોષણનો ભોગ બનતા હોય છે બાળકોની સાથે આ ગુનેગારો તેમના ગોપનીયતાના અધિકાર, અશ્ર્લિલ ચિત્રો બતાવવા તેમજ મોકલવા અભદ્ર ચિત્રો દ્વારા હેરાન કરતા હોય છે. ડો. શેઠ ઇન્ફોરમેશન ટેકનોલોજી એક્ટ અને ભારતીય દંડ સહિતાના કાયદાકીય ઉકેલો અને કેવી રીતે રક્ષણ મેળવી શકાય તે તેમણે જણાવ્યું હતું. તેઓએ ઈન્ટરનેટ દ્વારા ફસાવવું, વ્યક્તિની ઓળખની ઉઠાંતરી કરવી અને છેતરપિંડીને લગતી કાયદાકીય જોગવાઈની રસપ્રદ ચર્ચા કરી હતી.

ડો. શેઠની ચર્ચાનું મહત્વનું પાસું એ હતું કે, તેઓએ વિધાર્થીઓને ખાસ આવા કૃત્યોની ચુંગાલ સામે કયા પગલાં લઇ શકાય તે જણાવ્યું હતું. તેઓએ શાળાકીય કક્ષાએ સાયબર  ક્રાઇમને લગતી જનજાગૃતિ વિધાર્થીઓ વાલીઓ શિક્ષકોમાં લાવવા માટે જનજાગૃતિ અભિયાન યોજવા પર ભાર મૂક્યો હતો અને શાળામાં આવા ગુનાહિત કૃત્યોને લગતી ફરિયાદ સાંભળવા કમિટીના ગઠન કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે ખોટા સમાચારો શોધવા માટેના સાધનોની ચર્ચા કરી હતી.   તેઓએ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ ૨૦૧૯ની પણ ચર્ચા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.