Abtak Media Google News

૩ ગુ્રપના પ્રાથમીક ઉચ્ચતર માઘ્યમિક અને કોલેજના છાત્રોમાં જુદા જુદા વિષય અપાયા: તેજસ્વી બાળકોનું શિલ્ડ પ્રમાણપત્ર આપી સન્માન કરાશે

શોર્ય શકિત યુવા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા છેલ્લા એક વર્ષથી સમાજ સેવાને લગતી જુદી જુદી પ્રવૃત્તિઓ નાનાપાયા પર કરવામાં આવી રહેલ છે. સંસ્થાનો મુખ્ય ઉદેશ સમાજના જરુરીયાત મંદ લોકોને મદદરુપ થવાનો રહ્યો છે. આ સંસ્થા દ્વારા તા. ૧૧-૬ ના રવિવારના રોજ રાજકોટ ખાતે અરવિંદભાઇ મણીયાર હોલ, જયુબેલી ગાર્ડમાં બપોરના ૩ થી ૬ ના સમયે અગાઉ યોજાયેલ ક્ષાત્રબાળ નિબંધ સ્પર્ધા-૨૦૧૭ ના તેજસ્વી બાળકોને સન્માનિત કરવા તથા તેઓને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવા એક વિશાળ કાર્યક્રમ આયોજન ગોઠવેલ હોય જેમાં પધારવા તમામ ક્ષત્રિય પરીવારોને શૌર્ય શકિત યુવા ચેરીટેબલ ટ્રસ્ટ આદર પૂર્વક નિમંત્રણ પાઠવે છે.

ક્ષત્રિય બાળ નિબંધ સ્પર્ધામાં ગુ્રપ-એમાં ધો. ૩ થી ૭ માટે મારા આદરણીય પૂર્વજો, છત્રપતિ શિવાજી તથા માતા જીજાબાઇ, પ્રભુ શ્રીરામ મહારાણા પ્રતાપસિંહ એક અદભુત કથા વિષયો રખાયા છે. જયારે ગુ્રપ-બી માં ધો. ૮ થી ૧ર મારે મારા સમાજની ગૌરવ ગાથા, વીર યોઘ્ધા, પૃથ્વીરાજસિંહ ચૌહાણ, મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ, આજનો ક્ષત્રીય સમાજ (સમસ્યા, ઉકેલ, સફળતા) વિષય નકકી કરાયા છે. જયારે ગ્રુપ-સી ના વિઘાર્થીઓ માટે મારો ગૌરવશાળાી ક્ષત્રીય સમાજ, આપણી ક્ષત્રીય પરંપરાગત, ગોંડલ નરેશ મહારાજા ભગવતસિંહ રાજા દશરથના પુત્રોની ક્ષત્રીય સમાજને પ્રેરણા વિષય પર નિબંધ સ્પર્ધા યોજાશે.

આ કાર્યક્રમમાં શૌર્ય શકિત યુવા ચેરીટેબલ ટ્રસ્ટના તમામ આયોજકો તથા કાર્યકરો જેમાં જયપાલસિંહ ઝાલા (મોટાત્રાડીયા) ધર્મરાજસિંહ વાઘેલા (છબાસર) દિગ્વીજયસિંહ વાઘેલા (ધીગડા) જીતેન્દ્રસિંહ ચુડાસમા (નિલાખા) જયદીપસિંહ ગોહીલ (માંડવા) હાર્દિકસિંહ જાડેજા (વાંકાનેર) દિગ્વીજયસિંંહ ચુડાસમા (ભડીયાદ ભવાની) સુરજીતસિંહ ચુડાસમા (ભડીયાદ ભવાની) પૃથ્વીરાજસિંહ જેઠવા (મોરાણા) જયદીપસિંહ જાડેજા (પાળ) મહેન્દ્રસિંહ જાડેજા (ચાંદલી) ભરતસિંહ ગોહીલ- એડવોકેટ (જસપરા માંડવા) સત્યજીતસિંહ જાડેજા (પાળ) દિવ્વીજયસિંહ જેઠવા (મોરાણા) કિશોરસિંહ ઝાલા (સુસવાવ) વિજયસિંહ ઝાલા (ખેરવા) રવિરાજસિંહ જાડેજા (હરીપાર પાળ) લકકીરાજસિંહ જાડેજા (ચાંદલી) રવિરાજસિંહ રાણા (સદાદ) કુલદીપસિંહ ગોહીલ (હડમતાળા) રામદેવસિંહ જાડેજા (નાના મવા ) દિગ્વીજયસિંહ જાડેજા વગેરે આ કાર્યક્રમને સફળ બનાવવા ખુબ  જ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.