ગોંડલ યાર્ડમાં ધાણાની ચિકકાર આવક

બુધવારે ધાણાની ૩૦ હજાર ગુણીની આવક થયા બાદ છેલ્લા

બે દિવસથી ૧૦ હજાર ગુણીની આવક: ભાવ પણ સારા

ધાણાની સિઝન પૂર્ણ થઈ ગઈ છે. છતા ઓફ સિઝનમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ધાણાની રેકોર્ડ બ્રેક આવક થવા પામી છે.બે દિવસ પૂર્વે યાર્ડમાં ધાણાની ૩૦ હજાર ગુણી આવક થવા પમી હતી ભાવ પણ પ્રમાણમાં સારા બોલાય રહ્યા છે. લોકડાઉનના કારણે ખેડુતો સિઝનમાં ધાણાનું વેંચાણ કરી શકયા ન હોવાના કારણે હવે ધાણાની ચિકકાર આવક થઈ રહ્યાનું મનાઈ રહ્યું છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં ઓફ સીઝનમાં ધાણાની ૩૦ હજાર ગુણીની આવક થવા પામી છે.

ઘાણાનું હબ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ ૩૦ હજાર ગુણી ઘાણાની આવક થઇ હતી હાલમાં ઘાણાના ૨૦ કિલોના ભાવ રૂ. ૯૫૧ થી ૧૨૮૦ ચાલી રહેલ છે. દૈનિક આશરે ૯ થી ૧૦ હજાર ગુણી નું વેચાણ થાય છે. માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઇ શીંગાળા જણાવે છે કે માર્કેટ યાર્ડ માંથી ઘણા ખરીદનાર વેપારીઓ તેમની જુદી-જુદી બ્રાન્ડ ઈગલ-સ્કૂટર-બદામી પેરેટ-ડબલ પેરેટ બનાવી બહાર મોકલે છે. વાઈસ ચેરમેન કનકસિંહ જાડેજા જણાવેલ છે કે ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘાણાની આવક સૌરાષ્ટ્ર ભરમાંથી થાય છે. ખેડુતો ને પુરતા ભાવ મળે છે. ખેડુતોના માલનો નિકાલ થઈ રહ્યો છે.

Loading...