Abtak Media Google News

સરકારી અમલદારોને ૩૦ નવેમ્બર સુધીમાં સ્થાવર અને જંગમ મિલકતોની માહિતી જાહેર કરવા આદેશ: અન્યથા દેશની સર્વોચ્ચ બોડી સીવીસીની કડક કાર્યવાહીનો કરવો પડશે સામનો

ધ સેન્ટ્રલ વિજીલન્સ કમિશન સીવીસી કે જે દેશમાં થતી તમામ પ્રકારની ગતિવિધી ઓ પર દેખરેખ અને નિયંત્રણનું કામ કરે છે. જે એક સર્વોચ્ચ સતર્કતા બોડી છે. ખાસ કરીને તે સરકારી કર્મચારીઓથી માંડી વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રીય સુધીના તમામ હોદ્દેદારો દ્વારા આચરાતા ભ્રષ્ટાચાર પર રોક લગાવવાનું કામ કરે છે. સીવીસી તમામ કાર્યકારી પ્રાધિકારી કે ન્યાયતંત્રના નિયંત્રણથી મૂકત છે તે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિને નહિ પણ સંયુકત રીતે સંપૂર્ણ સંસદને જવાબદાર હોય છે અને કોઇ મંત્રાલય કે વિભાગને આદ્યિન હોતું નથી.

ભષ્ટ્રાચાર સહિતની ગેરરિતિ પર નિયંત્રણ લાદવા દેશમાં સીવીસી સર્વોચ્ચ સતો ધરાવો છે. ભ્રષ્ટાચાર અથવા સરકારી કાર્યાલયના દુરપયોગ સંબંધીત કોઇ પણ ફરિયાદ સીવીસી હેઠળ નોંધાય છે એટલું જ નહીં સીબીઆઇ, સીઆઇડી, લોકપાલ, એનઆઇએ સહિતની બોડીઓ તેના સિંઘા નિયમંત્ર હેઠળ આવે છે.

ભ્રષ્ટાચાર નિરોધક સમિતિની ભલામણોના આધારે વર્ષ ૧૯૬૪માં સીવીસીનું ગઠન કરાયું હતુ જે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રની જેમ સમકક્ષ કામ કરે છે. તાજેતરમાં આ બોડી દ્વારા આદેશ જારી કરાયા છે. જેમાં તમામ સરકારી અમલદારોને તેમની સ્થાવર અને જગમ મિલકતો ૩૦ નવેમ્બર સુધીમાં જારી કરી દેવા જણાવાયું છે. અન્યથા ૧લી ડિસેમ્બરથી કડક કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવા સ્પષ્ટ સૂચનો સીવીસી તરફથી કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, મિલકતોની માહિતી જાહેર કરવામાં થતી મોડી પ્રક્રિયાને લઇ સીવીસીએ નારાજગી વ્યકત કરી છે અને આ માસની અંતિમ તારિખ આ માટે નકકી કરી છે. સીવીસીના હેડ એટલે કે સેન્ટર સર્વેલનસ કમિશ્ર્નર સંજય કોઠારીએ આદેશ જારી  કરતા જણાવ્યું છે કે, સંપતિની જાણકારી નિયમ સમયમાં ન આપનારા કર્મચારીઓ વિરૂધ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી જ એક માત્ર વિકલ્પ છે. મંત્રાલયો, વિભાગો અથવા કોઇ પણ સરકારી સંગઠનના અધિકારીઓ દ્વારા સંપતિની માહિતી સમય પર નોંધાવવીએ એમની ફરજ છે અને આ આચરણ નિયમો અંતર્ગત અનિવાર્ય છે જેનું પાલન નહિં થાય, તો કડક પગલાઓ લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.