વડગામમાં મુખ્યમંત્રીની જાહેરસભા

vijay rupani | Vadgam
vijay rupani | Vadgam

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે ત્યારે ભાજપ દ્વારા રાજયભરમાં વિવિધ જગ્યાએ અનેક જાહેરસભાઓ યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે વડગામ ખાતે ગુજરાત રાજયના મુખ્યમંત્રીએ જાહેરસભા સંબોધી હતી.

આ જાહેરસભામાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ લોકો હાજર રહ્યાં હતા. જાહેરસભાને સંબોધતા વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ૧૫૦ પ્લસ હાંસલ કરે તેવી આશા વ્યકત કરી હતી.

Loading...