સાબરકાંઠામાં મુખ્યમંત્રીના કાફલાની પોલીસ કારને નડયો અકસ્માત

70

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંબાજી મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે વેળાએ કાફલાની કારની જીપ સાથે ટકકર: ચાર પોલીસ કર્મી ઘાયલ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે અંબાજી મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે તેઅોનાં કાફલાની એક પોલીસ કારને અકસ્માત નડયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અકસ્માતમાં એક ડીવાયએસપી તેમજ અન્ય ત્રણ પોલીસ કર્મી ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી આજે અંબામાના દર્શન અર્થે અંબાજી ગયા હતા. ત્યાંથી તેઓ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા આ વેળાએ સાબરકાંઠાના આગીયા ગામ નજીક કાફલાની એક પોલીસ કાર આડે ભૂંડ આવી જતા કાર ત્યાંથી પસાર થતી જીપ સાથે અથડાઈ હતી.

આ અકસ્માતનાં કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફીક જામ સર્જાઈ ગયો હતો. ઉપરાંત અકસ્માતમાં એક ડીવાયએસપી અને અન્ય ત્રણ પોલીસ કર્મીને ઈજાઓ પહોચી છે. હાલ સ્થાનિક પોલીસે આ મામલે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ઘાયલ થયેલા પોલીસ જવાનોને હોસ્પિટલમાં ખસેડીને સારવાર અપાઈ રહી છે.

Loading...