Abtak Media Google News

૧૦૮ જૈન સંસ્થાઓ મળની જીવદયા પ્રેમી મુખ્યમંત્રી અને નવ દીક્ષાર્થીઓને ભાવભીના સન્માન કરશે: ગુજરાતમાં ૧૦૮ જલમંદીર સ્થાપના એ.વાય.એસ.જી.ના રેકોર્ડ બ્રેક પ્રોજેકટનું મુખ્યમંત્રી દ્વારા ઉદ્ધાટન કરાશે

જીવમાત્ર પ્રત્યે કરૂણા વરસાવનારા માનવતા પ્રેમી રાષ્ટ્રસંત પૂજય નમ્રમુતિ મ.સા.ના સાંનિઘ્યે બૃહદ મુંબઇ વર્ધમાન સ્થાનકવાસી જન મહાસંઘ આયોજીત ઝાલાવાડ સ્થાનકવાસી જૈન સભા, સમસ્ત કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજ અને સમસ્ત કચ્છી જૈન સમાજ-મુંબઇના ઉપક્રમે જૈન સોશ્યિલ ગ્રુપ અને જૈન જાગૃતિ સેન્ટરના સહયોગે ગુજરાત રાજયના મુખ્યમંત્રી જીવદયા પ્રેમી વિજયભાઇ રૂપાણીનું જીવદયા રત્ન સન્માન સમારોહ તેમજ સંસાર ત્યાગીને પ્રભુ પથગામી બનવા જઇ રહેલા નવુ મુમુક્ષુ આત્માઓમાં સંયમ સન્માન સમારોહ દિવ્યતા અને ભવ્યતાપૂર્વક આયોજીત કરવામાં આવ્યો છે.

દયા ધર્મ અને ત્યાગ ધર્મના સન્માન સ્વ‚પ આ સમારોહમાં અનેક આત્માઓના તારણહારા રાષ્ટ્રસંત પૂજય તેમજ નવ દીક્ષાર્થીઓના રાજવી ઠાઠ સાથે ભવ્ય પ્રવેશ વધામણા બાદ ૮.૩૬ કલાકના સિઘ્ધી યોગના મંગલ મુહૂર્તમાં રાષ્ટ્રસંત પૂજય બ્રહ્મનાદ અને બ્રહ્મ તરંગોના પ્રવાહ સાથે મહાપ્રભવક ઉવસગ્ગહરં સ્ત્રોત્રની સિઘ્ધીની સાધના કરાવવામાં આવશે.

વિશેષમાં આ અવસરે રાષ્ટ્રસંત પૂજયના આશીર્વાદ પ્રાપ્ત કરવા તેમજ દીક્ષાર્થીઓની ત્યાગ ભાવનાનું સન્માન કરવા ખાસ ગુજરાત રાજયના મુખ્યમંત્રી જીવદયા પ્રેમી વિજયભાઇ રૂપાણી આ અવસરે પધારશે.

આ અવસરની ધન્યતા અનુભવવા તેમજ ત્યાગ અને દયા ધર્મની અનુમોદના કરવા શાસ્ત્ર વિશારદ પૂજય મનોહરમુનિ મ.સા. સાથે વિરલપ્રજ્ઞા પૂજય વીરમતીબાઇ મહાસતીજીઆદિ ઠાણા તેમજ ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવિણભાઇ કોઠારી, રાજકોટ રોયલ પાર્ક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠ, મનહર પ્લોટ સંઘના ડોલરભાઇ કોઠારી ભાજપના મયુરભાઇ શાહ, રાષ્ટ્રસંત પૂજયના અનન્ય ગુરુભકત જીતુભાઇ બેનાણી, જીવદયાપ્રેમ મિતલભાઇ ખેતાણી  અને સૌરાષ્ટ્ર તેમજ મુંબઇભરના અનેક જૈન સંઘોના પદાધિકારીઓ પધારશે.

જીવદયાના પ્રખર હિમાયતી એવા માન.મુખ્યમંત્રીની જીવદયા ભાવનાને બિરદાવવા આ અવસરે ૧૦૮ સંસ્થાઓનું એમનું અત્યંત બહુમાનપૂર્વક  જીવદયા રત્ન  અર્પણ કરીને સન્માન કરશે.સ્વપ્નીલભાઇ મકાતી, મુલરાજભાઇ છેડા, દર્શકભાઇ ‚પાણી, દીપકભાઇ નિસર અને બંદિશભાઇ અજમેરા, બૃહદ મુંબઇ વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘના પદાધિકારીઓ- મહાસંઘ પ્રમુખ પરાગભાઇ શાહ, કાર્યવાહક પ્રમુખ સંજયભાઇ સંઘવી, મુકેશભાઇ કામદાર, મનીષભાઇ દોશી અને ખીમજીભાઇ છાડવા, સમસ્ત કાઠીયાવાડ જૈન સમાજના જીગરભાઇ શેઠ, અનીલભાઇ ભાયાણી, જયેશભાઇ શેઠ, પ્રવિણભાઇ પારેખ, વી.પી. મહેતા જામનગર, ફાલ્ગુનભાઇ ગાંધી તેમજ ઝાલાવાડ સ્થાનકવાસી જૈન સભાના અનીલભાઇ સંઘવી, અશોકભાઇ તુરખિયા, મિતેશભાઇ શાહ, સુનીલભાઇ શાહ, મહેશભાઇ વોરા, સમસ્ત કચ્છી જૈન સમાજના નાગજીભાઇ રીટા, ધર્મેશભાઇ નિસર, શાંતિલાલભાઇ કારીઆ, રમેશભાઇ શાહ આદિ જૈન સોશ્યિલ ગ્રુપના અશોકભાઇ જસવાણી, અશોકભાઇ શાહ, કિશોરભાઇ શેઠ, ભુપેનભાઇ શાહ, રમીલાબેન દોશી, જૈન જાગૃતિ સેન્ટરના જીતુભાઇ કોઠારી, રમેશભાઇ મોરબીયા, પ્રફુલભાઇ કામદાર, કિશોરભાઇ શેઠ, સંજયભાઇ શાજ, જીતોના મોતીલાલજી ઓસવાલ, સુભાષભાઇ ‚ણવાલ, પ્રદીપજી રાઠોડ, સુખરાજજી નાહર, રાકેશભાઇ મહેતા અને પ્રવિણભાઇ ધોકા, અર્હમ યુવા  ગ્રુપના ચંદ્રિકાદીદી, એકતાદીદી, સાગરભાઇ અને રોમિલભાઇ આદિ અનેક મહાનુભાવો વિજયભાઇ રૂપાણીનું ભાવભીનું સન્માન કરીને એમના આગમનને વધાવશ.

આ અવસરે ધર્મવત્સલા અંજલીબેન વિજય રૂપાણીનું પણ ફાલ્ગુની શાહ, મનીષાબેન શાહ, લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટી રેખાબેન શેઠ અને રી રમીલાબેન દોશીના હસ્તે સન્માન કરવામાં આવશે. રાષ્ટ્રસંત પૂજનની પ્રેરણાથી ગુજરાતના અનેક ક્ષેત્રોમાં ૧૦૮ જલ મંદીરની સ્થાપના સ્વરુપ અર્હમ યુવા સેવા ગ્રુપના મેગા પ્રોજેકટનું મુખ્યમંત્રીના વરદ હસ્તે ઉદધાટન આ અવસરે કરવામાં આવશે. એ સાથે જ મુખ્યમંત્રીના વરદ હસ્તે આરાઘ્યમ ગ્રંથનું લોકાર્પણ પણ આ પ્રસંગે કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. માન.મુખ્યમંત્રી ના હસ્તે દીક્ષાર્થીઓના કરકમલના શ્રીફળ અપર્ણ કરીને એમને ત્યાગ ભાવનાની ભૂરી ભૂરી અનુમોદના કરવામાં આવશે. આ સાથે જ દીક્ષાર્થીઓના પાવન કરકમલથી વિજયભાઇ રૂપાણી તેમજ અંજલીબેન રૂપાણીને સંયમના ઉપકરણની ભેટ આપીને સતપ્રેરણા સ્વરૂપ એમનું સન્માન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.