મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનો પતંગ સાતમાં આસમાને

230

ગઈકાલે સર્વેએ એક દિવસ પોતાના કામ-કાજ ઠપ્પ રાખી ઉતરાયણની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી ત્યારે મુખ્યમંત્રીએ પણ દર વર્ષની જેમ ગઈકાલે પોતાના માદરે વતન રાજકોટમાં મકરસંક્રાંતિ મનાવી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પતંગ ઉડાડી તો તેમના પત્ની અંજલીબેન રૂપાણીએ ફિરકી પકડી પતંગોત્સવનો જલ્સો કર્યો હતો.

‘વિજય’ પતંગ સાતમા આસમાને પહોંચ્યો હતો. તેઓની સાથે અભયભાઈ સહિતના મહાનુભાવોએ પણ આકાશમાં ઉંચે ઉંચે પતંગ ચગાવી સૌના પ્રિય તહેવાર એવા ઉતરાયણની ઉજવણી કરી હતી.ઉતરાયણના દિવસે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાના કોલેજકાળના મિત્રો સાથે પતંગ ચગાવવાની મોજ માણી હતી.

આ તકે તેમના “ડર્ટી ડઝન ગ્રુપ જૈન અગ્રણી જયોતિન્દ્રભાઈ મહેતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. આ તકે મુખ્યમંત્રીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ ઉતરાયણ મિત્રોની સાથે મનાવવામાં આવે છે જેમાં હવે તેમની સાથે તેમની ત્રીજી પેઢી પણ આ ઉતરાયણની મજા માણી રહી છે.

Loading...