Abtak Media Google News

શ્રી સોમનાથ ટ્રસ્ટના સ્થાપકોએ ટ્રસ્ટની રચના સમયે સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સવર્ધન કરવાનો સંપલ્પ કરેલો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દર વર્ષે જેમણે સંસ્કૃત ભાષા માટે આજીવન સમર્પણ કરીને સવિશેષ કાર્ય કર્યુ છે તેમને શ્રી સોમનાથ સુવર્ણચંદ્રક એનાયત  કરવાની પરંપરા સ્થાપી છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટ ડીડમાં સંસ્કૃતનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની સ્પષ્ટ જોગવાઇ છે. આ હેતુને પ્રોત્સાહન આપવા વર્ષ ૧૯૯૬ થી પ્રતિવર્ષ શ્રી સોમનાથ સુવર્ણ ચંદ્રક વૈદિક સાહિત્યના પ્રખર અથવા પ્રચંડ પંડિતને વિભુષિત કરવાની પરં૫રા શરુ કરવામાં આવી છે. શ્રી સોમનાથ સુવર્ણચંદ્રક માટે વિદ્વાનોની પસંદગી માટે ત્રણ સભ્યોની સમીતી બનેલી છે. જે સમીતીની ભલામણ અનુસાર ટ્રસ્ટના અઘ્યક્ષ દ્વારા શ્રી  સોમનાથ સુવર્ણ ચંદ્રક માટે પસંદગી થાય છે. અને તેમને શ્રી સોમનાથ સુવર્ણ ચંદ્રક, સન્માન પત્ર, સન્માન શાલઅને રૂ. એક લાખના રોકડ પુરસ્કારથી સન્માનવામાં આવે છે.

શ્રી સોમનાથ સુવર્ણચંદ્રક સન્માન સમારોહ સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક હોલ, સરદાર પટેલ ભવન શાહિબાગ અમદાવાદ ખાતે તા. ર૮ સપ્ટેમ્બર ૨૦૧૮ ના સાંજે ૪ થી ૬ દરમ્યાન યોજાશે. જેમાં વર્ષ ૨૦૧૭ નો સુવર્ણ ચંદ્રક ડો. ગૌતમભાઇ પટેલ અને ૨૦૧૮ નો ડો. મણિભાઇ પ્રજાપતિને અર્પણ કરવામાં આવનાર છે.

ડો. ગૌતમભાઇ પટેલ પુજય સ્વામી ગંગેશ્ર્વરાનંદની પ્રેરણાથી વેદાંત, શંકરાચાર્ય અને કાલિદાસની કૃતિઓનું  સંપાદન અને સંસ્કૃત સેવા સંસ્થા દ્વારા સંસ્કૃત ભાષાને એક નવી ઉંચાઇ બક્ષી છે. તેમના જીવનસાથી નિલિમાબેનનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે. ડો. મણિભાઇ પ્રજાપતિ પણ ડો. ગૌતમભાઇ પટેલની જેમ આજીવન અઘ્યાપક અને સંશોધક રહ્યા છે. આપણાં પ્રાચીન ગ્રંથોમાં જયાં જયાં સોમનાથનો ઉલ્લેખ છે તે સઘળાનું અઘ્યયન- સંપાદન કરીને સોમનાથના ગૌરવને ઉજાગર રહ્યું છે. ડો. મણિભાઇ પ્રજાપતિએ અઘ્યાપક તરીકે અનેક વિઘાર્થીઓને સંસ્કૃતમય કર્યા છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉ૫સ્થિતિ રહેશે. ઉ૫સ્થિત મહાનુભાવો માટે વિશેષ નૃત્ય નાટિકા શિવાંજલી ડાન્સ ઇન્સ્ટીટયુટ દ્વારા મહાકવિ કાલિદાસના કુમારસમ્ભવમ આધારીત શિવ-પાર્વતી મીલન યોજાશેે.

આ કાર્યક્રમનું જીવન પ્રસારણ શ્રી સોમનાથ ટ્રસ્ટના ફેસબુક પેઇ જવશતજ્ઞળક્ષફવિંયિંળાહય પરથી પણ લાઇવ નિહાળી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.