આવતીકાલે ૧૦૦૧ નવનિર્મિત ભવનોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

આંગણવાડી, સેજા કચેરી, નંદઘર વગેરેનો સમાવેશ તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે ગુજરાતભરમાં ૧૦૦૧ જેટલા આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફીસના નવનિર્મિત ભવનોનું ઇ-લોકાર્પણ, ઇ-ભૂમિપૂજન તથા એનઆઈટીએ (નંદઘર ઈન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લીકેશન)નું લોન્ચિંગ, જીલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ અને ૨-ઓક્ટોબર રાષ્ટ્રીય સ્વછતા દિવસ નિમિતે હેન્ડ વોશીંગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજકોટ ખાતે રાજ્યના પાણી પુરવઠા, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગ આયોગના ચેરમેન હંસરાજભાઈ ઘુસાભાઈ ગજેરા, મેયર બિનાબેન આચાર્ય તથા સાંસદો, ધારાસભ્ય, પદાધિકારીઓ, કોર્પોરેટરો તથા સ્થાનિક હોદ્દેદારો વિગેરે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ રાજકોટ ખાતે તા.૦૨/૧૦/૨૦૨૦ શુક્રવારના રોજ સવારે ૯:૩૦ કલાકથી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ પેડક રોડ, સેટેલાઇટ ચોક ખાતે યોજાશે.

Loading...