Abtak Media Google News

ક્લાસરૂમમાં લાગશે સ્માર્ટ બોર્ડઃ રૂપાણી

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની 16મી કડીનો શહેરી ક્ષેત્રોમાં આરંભ વલસાડની શાળાથી કરાવ્યો હતો. બાળકો શિક્ષણ મેળવવા-શાળાએ જવા પ્રેરાય તેવું વાતાવરણ નિર્માણ થશે તો આગામી પેઢી શિક્ષિત બનશે અને તેના પગલે શિક્ષિત સમાજનું નિર્માણ પણ થશે.36063184 1975839419135635 2236505551108308992 N

હાલ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીવલસાડના અબ્રામા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. જ્યાં તેમણે શિક્ષણને લઈને રાજ્ય સરકાર કટીબધ્ધ હોવાની સાથે આવનારા પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી. સાથે જ તેમણે વડોદરાની શાળામાં સ્ટુડન્ટની થયેલી હત્યા અંગે ચિંતા સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું.35954948 1975839525802291 8000399289232654336 N

અબ્રામા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન સ્ટુડન્ટસ અને વાલીઓને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુંહતું કે, એક પણ બાળક શાળાએ જતા વંચિત ન રહે તેવી રાજ્યસરકારની નેમ છે. રાજ્ય સરકાર શાળાઓના આધુનિકીકરણ માટે પણ કાર્યરત છે. શાળાઓમાં બ્લેકબોર્ડને ભૂતકાળ બનાવી દેવા માટે પ્રયાસો થઈ રહ્યાં છે. બ્લેકબોર્ડની જગ્યાએ સ્માર્ટબોર્ડથી બાળકોને ક્લાસરૂમમાં શિક્ષણ આપવામાં આવશે. હાલ પ્રાથમિક શાળઆમાં ધોરણ 7 અને 8માં સ્માર્ટબોર્ડ શરૂ કરી દેવામાં આવ્યાં છે. અને ક્રમશઃ તે આગળ વધારવામાં આવશે.36137541 1975839279135649 1803713976001888256 N

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.