Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સરહદી ક્ષેત્ર કચ્છ જિલ્લાની એક દિવસીય મુલાકાત પર છે. તેઓ કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના ગ્રામજનો સાથે સંવાદ તેમજ કેટલ કેમ્પ-ઢોરવાડાની પ્રત્યક્ષ મુલાકાત લેશે.

વિજયભાઇ રૂપાણી જિલ્લા-તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજીને આ અસરગ્રસ્ત જિલ્લામાં પાણી, ઘાસચારો, રોજગારી જેવા કાર્યોનો જાયજો મેળવશે.  મુખ્યમંત્રી તેમની આ કચ્છ મુલાકાતમાં સવારે સૌપ્રથમ લખપત તાલુકાના નારાયણ સરોવર પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે સંવાદ-મુલાકાત કર્યાનો તેઓ કોટેશ્વરમાં લખપત તાલુકાના અધિકારીઓની બેઠક યોજીને અછત રાહત કાર્યો માટે માર્ગદર્શન આપ્યું હતું.

વિજયભાઇ રૂપાણી બપોરે બે વાગ્યે ધોરડોના ગોરેવલીના વોટર વર્કસની મુલાકાત લઇને ધોરડોના ગ્રામજનો સાથેવાર્તાલાપ સંવાદ કરશે. મુખ્યમંત્રી ધોરડો ખાતે ત્યારબાદ જિલ્લા અધિકારીઓની બેઠક પણ યોજવાના છે.  અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે કચ્છમાં હાલ ૪૮૧ ઢોરવાડામાં ર લાખ ૮પ હજાર પશુઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. રરપ ઘાસ ડેપો અંતર્ગત ૧ લાખ ૧૭ હજાર ઘાસ કાર્ડ ધારકોના કુલ ૩ લાખ ૯૦ હજાર પશુઓને આવરી લેવાયા છે.એટલું જ નહિ, કચ્છ જિલ્લાને ગત વર્ષની તુલનાએ રોજનું વધુ ૧૦ કરોડ લીટર પાણી પુરૂં પાડવામાં આવે છે. નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલ દ્વારા ટપ્પર ડેમને માર્ચ-ર૦૧૯ સુધીમાં ૧ર૦૦ એમસીએફટી ભરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.