Abtak Media Google News

સોમનાથમાં રાત્રી રોકાણ દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગેની માહિતી મેળવી નિયમોનું ચૂસ્ત પાલન કરાવવા તંત્રને આદેશ આપ્યો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે સવારે ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી પુજા અર્ચના કરી હતી. સમગ્ર વિશ્ર્વને કોરોનાની મહામારીથી મૂકત કરવા સી.એમ.એ દેવો કે દેવ મહાદેવ સમક્ષ પ્રાર્થન કરી હતી. મુખ્યમંત્રી ગઇકાલે સાંજ જ સોમનાથ પહોંચી ગયા હતા. તેઓએ જલ્લા વહીવટી તંત્ર સાથે બઠેક યોજી હતી અને કોરોના અંગેની પિસ્તૃત માહિતી પણ મેળવી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોમનાથ ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે માસ્ક પહેરવા સાથે સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે અંગે તકેદારી લેવા અને તેનો સખ્તાઇથી અમલ કરવા અધિકારીઓને સ્પષ્ટ સુચનાઓ આપી હતી.

Img 7377

મુખ્યમંત્રીને ગીર-સોમનાથ જિલ્લામાં સુધીમાં કુલ ૧૩૬ કોરોનાના કેસ નોંધાયેલ છે. જે પૈકી અન્ય જિલ્લાનાં ૨૮, ગીર-સોમનાથના ૧૦૮ કેસ છે. જેમાંથી ગીર-સોમનાથના ૬૫ અને અન્ય જિલ્લાનાં ૧૩ દર્દીઓ એમ કુલ ૭૮ દર્દીઓ સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ એકટીવ કેસ ૫૩ છે. તેવી વિગતો જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ કોરોનાના વધતા કેસો અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી આરોગ્ય સેવામાં કોઇ કચાસ ન રહે તેની તકેદારી લેવા જણાવ્યું હતું. જિલ્લા કલેકટર, રેન્જ ડિ.આઇ.જી., જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અધિકારીઓની બેઠક બાદ સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર પાસેથી પણ જિલ્લાની વિગતો મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.