Abtak Media Google News

રેસકોર્સ-૨માં મુખ્યમંત્રીના હસ્તે ધનિષ્ઠ વૃક્ષારોપણ કરાશે

આગામી શનિવારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી માદરે વતન રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓના હસ્તે શહેરની ભાગોળે આવેલા રેસકોર્સ-૨માં ધનિષ્ઠ વૃક્ષારોપણ અને અટલ સરોવરમાં નવા નીરનું જળપુજન કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આગામી શનિવારના રોજ મુખ્યમંત્રી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓના હસ્તે રેસકોર્સ-૨માં ધનિષ્ઠ વૃક્ષારોપણ અને અટલ સરોવરમાં નવા નીરની પુજનવિધિ કરવામાં આવશે જેના સંદર્ભે ગઈકાલે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અલગ-અલગ ખાસ સમિતિઓના ચેરમેન, મહાપાલિકાના પદાધિકારીઓ, પૂર્વ પદાધિકારીઓ, વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આગામી ૧લી ઓગસ્ટથી મહાપાલિકા દ્વારા તમામ વોર્ડના ટીપી રસ્તાઓ પર કોર્પોરેશન સંચાલિત શાળાઓના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવનાર છે જે અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

મેયરે વધુમાં ઉમેર્યું હતું કે, ૧૫૦ વર્ષ પછી રાજકોટને એક સરોવર મળ્યું છે જેને મુખ્યમંત્રીએ અટલ સરોવર નામ આપ્યું છે ત્યારે શનિવારે મુખ્યમંત્રીના હસ્તે અટલ સરોવરમાં થયેલા નવા નીરનું પુજનવિધિ કરવામાં આવશે અને તેના આજુબાજુના વિસ્તારમાં ધનિષ્ઠ વૃક્ષારોપણ પણ કરાશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા ૧લી ઓગસ્ટથી ધનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં દરેક નાગરિકો વૃક્ષારોપણ કરે તેવી તેઓએ અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.