Abtak Media Google News

મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ, મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ સવારે મતદાન કરી લેશે

લોકસભાની ચુંટણીનાં ત્રીજા તબકકાનાં મતદાનમાં આવતીકાલે ગુજરાતની તમામ ૨૬ બેઠકો માટે મતદાન યોજાવાનું છે ત્યારે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કાલે રાજકોટ ખાતે વહેલી સવારે જયારે કર્ણાટકનાં રાજયપાલ વજુભાઈ વાળા મતદાન કરશે.

કાલે સવારે ૭ કલાકથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેઓના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સવારે ૭:૩૦ કલાકે બ્રહ્મ સમાજ ચોક ખાતે અનિલ જ્ઞાન મંદિર ખાતે આવેલા બુથ ખાતે મતદાન કરશે. જયારે કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા બપોરે ૨ વાગ્યે કાલાવડ રોડ સ્થિત હરીહર હોલ ખાતેના મતદાન મથકે જઈ મતદાન કરશે.

આ ઉપરાંત ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી કાલાવડ રોડ સ્થિત માતૃમંદિર ઈંગ્લીશ મીડિયમ સ્કુલ ખાતે, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ નૂતનનગર કોમ્યુનિટી હોલવાળા રોડ પાસે આવેલી કોટેચા હાઈસ્કુલ ખાતે, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી સાધુ વાસવાણી રોડ પર ગોપાલ ચોક પાસે, રવિન્દ્રનાથ ટાગોર સ્કુલ ખાતે, રાજકોટ પૂર્વનાં ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી આર્યનગર મેઈન રોડ સ્થિત આરએમસી શાળા નં.૭૨ ખાતે, મેયર બીનાબેન આચાર્ય સવારે ૭:૩૦ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સવારે ૭:૩૦ કલાકે નાનામવા રોડ સ્થિત સુર્યમુખી હનુમાન મંદિર નજીક આવેલી શ્રી ટાગોર વિદ્યાલય ખાતે મતદાન કરશે. જયારે કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા કાલે બપોરે રાજકોટ આવવાના હોય તેઓ બપોરે ૨ કલાકે હરીહર હોલ સ્થિત મતદાન મથકે મતદાન કરવા જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.