Abtak Media Google News

સોમનાથ મહાદેવની પુજા અર્ચન કરી ધ્વજારોહણ કરશે: સ્પોર્ટસ સંકુલનું લોકાર્પણ અને ખારવા સમાજના સમુહલગ્નમાં ઉપસ્થિતી રહેશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે ગીર-સોમના જિલ્લાની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ બાર જયોર્તિલિંગ પૈકીના પ્રમ જયોર્તિલિંગ એવા સોમના મહાદેવની પૂજા અર્ચન કરશે અને ધ્વજા રોહણ કરશે ત્યારબાદ તેઓ વેરાવળ ખાતે કરોડો રૂપીયાના ખર્ચે બનેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષનું લોકાર્પણ કરશે. તેઓ ખારવા સમાજના સમૂહ લગ્નમાં પણ હાજરી આપશે. મુખ્યમંત્રીના આગમનના પગલે સોમનામાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ભારત વર્ષનાં આસ્થા કેન્દ્ર પ્રભાસ તિર્થ ક્ષેત્ર સોમનાથ ખાતે દર્શન પુજા તેમજ વિધુત નગર, વેરાવળ સ્થિત સ્પોર્ટસ કોમ્પલેક્ષનું લોકાર્પણ અને મેમણ સમાજના ડેલામાં યોજાનાર ખારવા સમાજના સમુહ લગ્નમાં ઉપસ્થિત રહેશે.  તેઓનાં આ કાર્યક્રમ અંગે ગીર-સોમનાથ જિલ્લા વહિવટીતંત્ર દ્રારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ હતી.

કાર્યવાહક જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૈારભ સિંઘ, નાયક કલેકટરશ્રી વિનોદ પ્રજાપતિ, ભાવનાબા ઝાલા, મામલતદાર દેવકુમાર આંબલીયા, જિલ્લા માહિતી અધિકારી એસ.કે.પરમાર, ચીફ ઓફીસર જતીન મહેતા સહિત જિલ્લાનાં સબંધિત અધિકારીઓએ મુખ્યમંત્રીનાં આગમન પ્રસંગે કરવામાં આવેલ વ્યવસ્થાનું નિરિક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. તેમજ કલેકટરે મુખ્યમંત્રીનાં કાર્યક્રમ દરમ્યાન પ્રોટોકોલ, મેડિકલ સુવિધા, સ્વચ્છતા સહિતની તમામ વ્યવસ્થા અંગે સંબંધિત તમામ અધિકારીઓને સુચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીના નિયત થયેલ કાર્યક્રમ મુજબ તેઓ આજરોજ સાંજે ૫.૨૦ કલાકે સોમનાથ હેલીપેડ ખાતે આગમન થશે. ત્યારબાદ સાંજે ૫.૩૦ કલાકે સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થે પધારશે. સાંજે ૬.૩૦ કલાકે વેરાવળ સ્થિત સ્પોર્ટસ કોમ્પલેક્ષનું લોકાર્પણ કરી સાંજે ૭.૧૫ કલાકે ખારવા સમાજના સમુહલગ્નમાં ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.