Abtak Media Google News

૩૮૦ ટ્રાફિક બ્રિગેડને પસંદગી પત્રો એનાયત કરશે

શહેર ભાજપના સ્નેહમિલન, રમણીકભાઈ ધામી ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યક્રમ તથા પ્રકાશ સોસાયટીના સ્નેહમિલનમાં હાજરી આપશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ ત્રણ કલાક સુધી રાજકોટમાં રોકાણ કરશે જે અંતર્ગત તેઓ અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

મુખ્યમંત્રી સાંજે ૬:૩૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં પોલીસ કમિશ્નરની કચેરી આયોજીત કાર્યક્રમમાં રાજકોટ શહેર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટમાં સ્વૈચ્છીક રીતે માનદ સેવા આપવા તૈયાર થયેલ ૩૮૦ બિગ્રેડને પસંદગી પત્રો એનાયત કરાશે.

રાજય સરકારે ટ્રાફિક આધુનિકરણ માટે સાધન સામગ્રી ખરીદવા રૂા. ૨૦૦ કરોડની જોગવાઇ કરેલ છે. અગાઉ વાર્ષિક બજેટમાં જોગવાઇ આશરે રૂા. ૩૦ કરોડ જેટલી થતી હતી. આમ ટ્રાફિક આધુનિકરણ માટે સાત ગણી રકમનો વધારો કરવામાં આવ્યો છે. ટ્રાફિક સમસ્યામાં લોકોને સરળતા રહે તે માટે સરકારશ્રી દ્વારા રાજયમાં ૧૦ હજાર ટ્રાફિક બિગ્રેડો ફાળવવામાં આવ્યા છે.

રાજકોટ શહેરમાં પોલીસ કમિશ્નરની કચેરી દ્વારા લોકોના જાન-માલની સલામતિ માટે ગુનાઓ રોકવા અને ગુનાઓ શોધવા ર્ડ આઇ પ્રોજેકટ અમલમાં મુકવામાં આવેલ છે. તેમજ ઇઝરાઇલનો વિડીયો એનાલીટીકસ સોફટવેર ફાળવવામાં આવ્યો છે. આજના આધુનિક સમયમાં સોશ્યલ મીડીયા દ્વારા તથા ગુનાઓ રોકવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવેલ છે.

ઝડપી વિકસતા રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે હાલ ૧૧ ટ્રાફિક સિગ્નલો છે. અને તેમાં ૪૦ જેટલા ટ્રાફિક સિગ્નલોનો વધારો કરવાનું આયોજન છે. રાજકોટ શહેરમાં માનવીની વસતિ કરતા વાહનોની સંખ્યા વધારે છે. ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ટ્રાફિક બ્રિગેડ ઉમદા ફરજ બજાવશે. રાજકોટ શહેરમાં છેલ્લા બે વર્ષમાં પોલીસ આધુનિકરણના ભાગરૂપે ચાર આધુનિક પોલીસ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે.

આ ટ્રાફિક બ્રિગેડ તાપ, ઠંડી કે વરસાદમાં સતત ઉભા રહી વાહન ચાલકોને સાઇડ બતાવવાની ફરજ પોલીસની મદદમાં રહીને બજાવવાની રહેશે. રાજકોટ શહેર ચોમેરી પ્રગતિના નવા સોપાન સર કરી રહયું છે. અને શહેરના સીમાડા ખુબ જ ઝડપથી વધશે. ત્યારે ટ્રાફિક નિયમનની પડકારજનક અને મહત્વની કામગીરીમાં માનદ સેવામાં નવા આવેલ ટ્રાફિક બ્રિગેડ પોલિસને મદદરૂપ બનશે. રાજકોટ શહેર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પસંદગી પામેલા આ ટ્રાફિક બ્રિગેડને સરકાર તરફથી અંદાજે રૂા. ૫ કરોડ પ્રતિ વર્ષે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટને સરકાર તરફથી ગ્રાન્ટ આપવામાં આવશે.

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીસાંજે ૭.૦૦ કલાકે અમૃત સાગર પાર્ટી પ્લોટ (૧૫૦ ફૂટ રીંગ રોડ) માં ભાજપના દીવાલી સ્નેહ મિલનના કાર્યક્રમમાં હાજરી આપશે. રાત્રે ૮.૦૦ કલાકે હેમુ ગઢવી હોલમાં રમણીક ધામી ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યક્રમમાં હાજરી આપશે. રાત્રે ૮.૩૦ કલાકે પ્રકાશ સોસાયટી દ્વારા આયોજીત સ્નેહ મિલનના કાર્યક્રમમાં હાજરી આપશે. અને રાત્રે ૯.૧૫ કલાકે મુખ્યમંત્રી રાજકોટ એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.