Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં વિશ્વ ખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરનું સચાણા બનશે શિપ બ્રેકિંગ માટેનું નવું નજરાણું

જામનગર જિલ્લામાં આકાર પામશે આંતર રાષ્ટ્રીય ઘારા ધોરણો મુજબનું નવું અલંગ. સચાણાનો શિપ બ્રેકિંગ યાર્ડ કાર્યરત થતા જામનગર જિલ્લા અને સચાણા આસપાસના વિસ્તારોમાં હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ખુલશે

હવે મોટા અને વિશાળ જહાજો અલંગમાં અને નાના મધ્યમ કદના જહાજો સચાણામાં શિપ બ્રેકિંગ માટે આવશે લાંબા સમયથી નાના અને મધ્યમ કદના જહાજોના શિપ બ્રેકિંગ માટેનું યોગ્ય સ્થળ સચાણા ફરી ધમધમતું કરવાનો મુખ્યમંત્રી વિજયભાઈ નો નિર્ણાયક અભિગમ

મુખ્યમંત્રી વિજયભાઈ એ સચાણાની જમીનની હદ અંગેના વિવાદનો અંત લાવવા ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવાની કરેલી પહેલના ફળદાયી પરિણામ રૂપે 2012 થી બંધ પડેલી સચાણાની શિપ બ્રેકિંગ ગતિવિધિ પુનઃ વેગવાન બનશે

વિશ્વના મેરી ટાઇમ અને શિપ બ્રેકિંગ શિપ રીસાયકલિંગ મેપ પર સચાણા પણ સ્થાન પામશે

કોરોના વાયરસની સ્થિતિમાં લોકડાઉનને પરિણામે ઉદ્યોગો ધંધા રોજગાર વ્યવસાયોને આર્થિક વિપરીત અસર પડી છે તેવા સંજોગોમાં સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ આનુષાંગિક ઉદ્યોગો વ્યવસાયો દ્વારા રોજગાર અને આર્થિક આધારમાં નવું બળ પૂરશે

મુખ્ય મંત્રીના આ દૂરોગામી નિર્ણયથી દેશ વિદેશના નાના મધ્યમ કદના જહાજો સચાણામાં શિપ બ્રેકિંગ રિસાયકલિંગ માટે આવતા થવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારને કસ્ટમ જીએસટી સહિતનું હૂંડિયામણ મળતું થશે.

ગુજરાતના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતની મુખ્યમંત્રીની નેમ સાકાર કરવાની દિશામાં એક નવું સીમા ચિન્હ પ્રસ્થાપિત થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.