નૂતન વર્ષ નિમિત્તે શ્રી પંચદેવ મંદિરે આરાધના કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી

149

દિવાળીના દીપોત્સવની શુભ શરૂઆત થયી ચૂકી છે અને નાના મોટા સૌ કોઈ આ પર્વને ઉજવવાની શરૂઆત કરી ચૂક્યા છે. દિવાળીના પ્રજ્વલિત તહેવારમાં વડીલોના શુભ આશિષ સાથે સાથે ભગવાનના આશિષ પણ એટલા જ મહત્વના છે.

આજ વહેલી સવારે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી ગાંધીનગર ખાતે નૂતન વર્ષ નિમિત્તે શ્રી પંચદેવ મંદિરે શ્રદ્ધાપૂર્વક દર્શન, પૂજન કરી સૌ માટે મંગલ કામના કરી. ગુજરાતની ઉન્નતી અને સર્વાંગી પ્રગતિની પ્રાર્થના કરી.આ પ્રસંગે ગુજરાત રાજ્ય નાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી તેમજ તેમના પત્ની અંજલિ રૂપાણી મંદિર દર્શન કરી તેમજ પૂજા અર્ચના દ્વારા મંગલ કામના કરી.

Loading...