Abtak Media Google News

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં નગરપાલિકા દ્વારા સુદામા સેતુ પાસે સનાતન ધર્મનાં સ્થાપક-પ્રચારક આદિ શંકરાચાર્યજીનાં સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભવ્ય અને કલાત્મક સ્મારકનું અનાવરણ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનાં હસ્તે તા.૧૭મી ઓગસ્ટે કરવામાં આવશે. આ પ્રસંગે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા) તથા દંડી સ્વામી સદાનંદજી અતિથિ વિશેષપદે ઉપસ્થિત રહેશે.

દ્વારકા નગરપાલિકાનાં ચીફ ઓફિસર ચેતન ડુડિયા, નગરપાલિકાનાં પ્રમુખ જીતેશ માણેક અને ઉપપ્રમુખ પરેશભાઈ ઝાખરીયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતની ચાર પીઠ પૈકીની પ્રથમ પીઠ શારદાપીઠ દ્વારકામાં છે. આદિ શંકરાચાર્યજીએ ૨૫-૨૫ વર્ષ પૂર્વે અહીં શારદાપીઠની સ્થાપના કરી હતી. સુદામા સેતુ પાસે ૩૦૦ ચો.મી. વિસ્તારમાં હેરીટેજ લુક સાથે આદિ શંકરાચાર્યજીનું સ્મારક બનાવવામાં આવ્યું છે. જેમાં હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા ચિત્રોનું પણ સર્જન કરવામાં આવશે. આદિ શંકરાચાર્યજીના સ્મારકનાં અનાવરણ કાર્યક્રમની તૈયારી અર્થે જિલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીના આ સ્થળની મુલાકાત લેનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.