Abtak Media Google News

સંવેદનશીલ મુખ્યમંત્રીનું વધુ એક સંવેદનશીલ કફર્યુ: આરોગ્ય સ્ટાફ સાથે વીસી દ્વારા સંવાદ કરીને જેમને પડતી મુશ્કેલી અંગેની જાત માહીતી મેળવી

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાયરસ હવે આપણા દેશમાં ઝડપભેર ફેલાય રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમીત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે મેડીકલ ઇમરજન્સી જેવા આ સમયમાં તબીબો આરોગ્ય કર્મચારીઓ સહિતનો મેડીકલ સ્ટાફ જાતની ચિંતા કર્યા વગર કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવારમાં ખડેપગે કાર્યરત છે જેથી, સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોનાના જંગમાં મોરચાના સિપાહી જેવા તબીબો, આરોગ્ય, કર્મચારીઓ અને આ મહામારી સામે ઝઝુમતા અમદાવાદ સિવીલ હોસ્૫િટલના દર્દીઓ સાથે ગઇકાલે વિડીયો કોન્ફરન્સીંગથી સંવાદ કર્યો હતો. વિજયભાઇ રૂપાણીએ આરોગ્ય કર્મચારીઓની સાથે સાથે સુરક્ષા કર્મચારીઓને  બીરદાવ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના યુઘ્ધ મોરચાના સૈનિકોને તેમની નિષ્ઠા, જુસ્સા અને સ્વ. પહેલા સેવાના ભાવને બિરદાવીને તમામને પોતાની તબીયતની સાવચેતી રાખવા અપીલ કરી હતી મુખ્યમંત્રીએ તમામનો ખુબર અંતર પૂછીને આરોગ્ય સુરક્ષાના સાધનો પીપીઇ કીટ, એન.૯૫ માસ્ક જેવન સાધન સામગ્રી મળી રહે છે કે કેમ, દર્દીઓની યોગ્ય સારવાર અને આહારની મુખ્યમંત્રીએ પુછપરછ કરી માહીતી મેળવી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તબીબો આરોગ્ય કર્મચારીઓ દર્દીઓની સાથે સાથે સુરક્ષા કર્મચારીઓના ખબર અંતર પૂછીને તેમને કોઇ જાતની તકલીફ નહિ જ પડે તેની ખાતરી આપી હતી.

અત્યારે દેશ વ્યાપી જોવા જઇએ તો સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યું છે જો કે મહંદશે મૃત્યુઆંક ઉંચે જઇ રહ્યું છે.

રાજય સરકારે આઠ આઇ.એે.એસ. અધિકારીઓને કોવિડ-૧૯ ની સંક્રમણની કામગીરી માટે નિયુકત કર્યા બાદ વધારાના પાંચ આઇએએસ અધિકારીઓને ભાવનગર, પાટણ, આણંદ, ભરૂચ અને પંચમહાલમાં નિયુકત કર્યા છે. જેમાં ભાવનગરમાં સોનલ મિશ્રા, પાટણમાં મમતા વર્મા આણંદમો એ.એમ. સોલંકી ભરૂચમાં શોહમીના હુસૈન અને પંચમહાલમાં રાજેશ મંજુની નિયુકિત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.