Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ તથા જીવદયા ગ્રુપ રાજકોટ દ્વારા વોર્ડ નં.-૮ માં મુખ્યમંત્રી અમૃતમ “માં વાત્સલ્ય કેમ્પ” યોજવામાં આવ્યો.-આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી મનીષભાઈ રાડીયા

આ કેમ્પમાં ૨૬૫ પરિવારોને સ્થળ પર જ “માં” કાર્ડ કાઢી આપવામાં આવ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પૂરી પડવાના ઉદેશથી જરૂરતમંદ શહેરીજનો માટે તા.૧૦/૦૬/૧૮ ના રોજ સૌરાષ્ટ્ર હાઈસ્કુલ,કોટેચા ચોક, કાલાવડ રોડરાજકોટ ખાતે મુખ્યમંત્રી અમૃતમ “માં” વાત્સલ્ય કેમ્પ યોજવામાં આવેલ.

આ કેમ્પમાં વિવિધ વિસ્તારના ૨૬૫ પરિવારોને સ્થળ પર જ કાર્ડ કાઢી આપવામાં આવેલ.

આ કેમ્પનું ઉદઘાટન માન. શ્રીમતી અંજલીબેન રૂપાણી – પ્રભારી,રાજકોટ શહેર ભા.જ.પ. મહિલા મોરચોનાં વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવવામાં આવેલ. તેમજ કાર્યક્રમની અધ્યક્ષતામાં શ્રી ડો. જૈમનભાઈ ઉપાધ્યાય – મેયરશ્રી,રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હાજર રહેલ. તેમજ આ કેમ્પમાં માન. મેયરશ્રી ડો. જૈમનભાઈ ઉપાધ્યાય તથા આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી મનીષભાઈ  રાડીયા દ્વારા મુખ્યમંત્રી અમૃતમ “માં” કાર્ડ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.

આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિત તરીકે શ્રી નીતિનભાઈ ભારદ્વાજ (પ્રદેશ ભાજપ અગ્રણી), શ્રી કમલેશભાઈ મીરાણી – પ્રમુખશ્રી,રાજકોટ શહેર ભા.જ.પ., શ્રીમતી ડો. દર્શીતાબેન શાહ (ડે. મેયર, રાજકોટ મ્યુ. કો.), શ્રી પુષ્કરભાઈ પટેલ (સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનશ્રી, રાજકોટ મ્યુ.કો.), શ્રી રાજુભાઈ અઘેરા (દંડકશ્રી રાજકોટ મ્યુ. કો.), શ્રી દેવાંગભાઈ માંકડ (મહામંત્રી, રાજકોટ શહેર ભા.જ.પ.), શ્રી મનીષભાઈ રાડીયા (આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી) ખાસ હાજર રહેલ.

તેમજ આ કેમ્પમાં મુખ્ય મહેમાનશ્રીઓ શ્રી વિજયાબેન વાછાણી – કોર્પોરેટરશ્રી વોર્ડ નં.-૮, જીવદયા ગ્રુપના જૈન શ્રેષ્ઠી શ્રી ઉપેનભાઈ મોદી, શ્રી રમેશભાઈ દોમડીયા, શ્રી પારસભાઈ મોદી તથા જીવદયા ગ્રુપના સભ્યોશ્રીઓ હાજર રહેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.