Abtak Media Google News

કાયદામંત્રી પ્રદીપસિંહ, ચીફ જસ્ટીસ આર. સુભાષ રેડ્ડી, હાઇકોર્ટના ન્યાયમૂર્તિ પરેશ ઉપાઘ્યાય અને રાજકોટ ડિસ્ટ્રીકટ જજ ગીતા ગોપી ઉ૫સ્થિત રહ્યા

ગોંડલમાં રૂ. ૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ન્યાય મંદીરનું આજરોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. આ તકે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, હાઇકોર્ટના ચીફ જસ્ટીઝ આર સુભાષ રેડ્ડી અને હાઇકોર્ટના ન્યાયમૂર્તિ પરેશ ઉપાઘ્યાય સહીત ન્યાયધીશો ઉ૫સ્થિત રહ્યા હતા.

વધુ ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા ન્યાય પ્રણાલીની શરુઆત કરવામાં આવેલી છે. હાલ બેસતી કોર્ટ ને ૧૦૦ વર્ષ પુરા કરી ચુકેલા બીલ્ડીંગ જર્જરીત થતા સરકાર દ્વારા નવી બીલ્ડીંગ બનાવવા માટે ગોંડલના ગુંદાળા રોડ પર જગ્યા ફાળવવામાં ત્યાં ટુંકા ગાળામાં નવું ન્યાયાલય આકાર પામેલું હતું.

નવું આકાર પામેલું ન્યાયાલય રૂ. ૪૦ કરોડના ખર્ચે બનેલું અને ત્રણ માળના બીલ્ડીંગમાં ૧પ કોર્ટ સમાવેશ થશે જેમાં બે સેસન્સ કોર્ટ, બે સીનીયર કોર્ટ અને ત્રણ ફોજદારી કોર્ટ બેસશે તેમજ નવ નિર્માણ ન્યાય મંદીરમાં સીધા જેલ કનેકટ કરી સીધા કેસ ચલાવી શકાશે. જેથી કેદીઓને કોર્ટમાં લઇ આવવાનો ખર્ચ બચશે અને ઝડપી ન્યાય મળશે.

નવ નિર્માણ પામેલા આધુનિક ન્યાયલયનું આજરોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રિબીન કાપી કોર્ટને ખુલ્લી મુકી હતી. અને અઘ્યસ્થાને બોલતા રાજય સરકાર દ્વારા લોકોને ઝડપી ન્યાય મળી રહે તેવા હરહમેશ પ્રત્યનશીલ છે.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હાઇકોર્ટના ચીફ જસ્ટીઝ આર. સુભાષ રેડ્ડી, ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, હાઇકોર્ટના ન્યાયમૂતિ પરેશ ઉપાઘ્યાય, રાજકોટ ડીસ્ટ્રકીટ જજ ગીતા ગોપી, ગોંડલ કોર્ટના એડીશ્નલ જજ વ્યાસ અને એડીશ્નલ પ્રિન્સીપલ જજ રાવલ અને ન્યાયધીશો તેમજ ગોંડલ બાર એસોસીએશન, સભ્યો ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.