કોન બનેગા મુખ્યમંત્રી? હિમાચલમાં ચર્ચા..

bjp
bjp

હિમાચલ પ્રદેશમાં ભાજપાની જીત બાદ હવે મુખ્યમંત્રીને લઇ સસ્પેંસ ઉભું થયું છે. હિમાચલમાં CM કેન્ડિડેટ પ્રેમ કુમાર ધુમલની હાર એ ભાજપાને નવો ચહેરો લાવા માટે મજબૂર કર્યા છે. હિમાચલ પ્રદેશમાં ભાજપાનો CM નક્કી કરવા માટે ઘણી માથાકૂટ કરવી પડશે. ધુમલ તો ચૂંટણી હાર્યા જ, સાથો સાથ પ્રદેશ અધ્યક્ષ સતપાલ સિંહ સત્તી, પૂર્વ મંત્રી રવિન્દ્ર સિંહ રવિ, ગુલાબ સિંહ ઠાકુર (ધુમલના વેવાઇ), ઇન્દુ ગોસ્વામી અને રણધીર શર્મા જીતી શકયા નથીં. એવામાં પાર્ટી પાસે વિકલ્પ બહુ ઓછા બચ્યા છે. એવામાં ચૂંટણી જીતેલા નેતાઓએ પોતાની દાવેદારી કરવાનું શરૂ કરી દીધું છે.

વરિષ્ઠ નેતા જયરામ ઠાકુરે કહ્યું કે પાર્ટી જે જવાબદારી આપશે, તે પૂરી કરવા માટે તૈયાર છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડીની દાવેદારી સ્વાભાવિક છે, પરંતુ ચર્ચા એ પણ છે કે હરિયાણાના તર્જ પર ભાજપા અહીં બૈકડોરથી અજય જમવાલ પર દાવ રમી શકે છે.

જમ્વાલ સંઘ સાથે જોડાયેલા રહ્યા છે અને હાલ નોર્થઇસ્ટમાં પાર્ટી સંગઠનનું કામ સંભાળી રહ્યાં છે. કહેવાય છે કે હિમાચલમાં બે દિવસમાં ભાજપાની વિધાયક દળની બેઠક થવાની છે. પાર્ટીના ત્રણ વરિષ્ઠ નેતાઓ જયરામ ઠાકુર, ડૉ.રાજીબ બિંદલ અને વિપિન પરમારને દિલ્હી બોલાવ્યા છે. સોમવારે મોડી સાંજે સંસદીય બોર્ડની બેઠક બાદ ભાજપે જાહેરાત કરી કે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર હિમાચલની મુલાકાતે જશે. ત્યારબાદ CMના નામની જાહેરાત થશે.

Loading...