Abtak Media Google News

ગુજરાતની પાણીની સમસ્યા હલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પ્રગતિશીલ સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ગુજરાત સ્થાપના દિન થી તા. ૩૧ મે સુધી જળ સંચયના આશયથી સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા ખાતે આવતીકાલે તા. પ ને શનિવારે નવા રીંગરોડ પર રેસકોર્ષ-ર ખાતે સવારે ૯ કલાકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રેસકોર્ષ ફેસ-ર પર હયાત તળાવને ઉડુ ઉતારવાનો પ્રારંભ કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં શહેરભરમાંથી બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડશે ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે જળ અભિયાન અન્વયે તળાવો ઉંડા કરવા અને સંગ્રહ શકિત વધારવા માટે આયોજન કર્યુ છે તે આવકારદાયક છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પાણી એ પ્રાણતત્વ છે અમૃત છે રાજય સરકારના પાણી બચાવવાના પ્રયાસો અભિનંદનને પાત્ર છે આ અભિયાનથી આવનાર પેઢીને આપણે ઘણું પાણી આપી શકીશું. જળ સંગ્રહ એક યજ્ઞ છે તેમાં શ્રમદાનરુપી યોગદાન આપવા અને રાજય સરકારના આ પ્રશસનીય અભિયાનમાં આવતીકાલે રેસકોર્ષ-ર ખાતે કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉમટી પડવા અનુરોધ કર્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.