Abtak Media Google News

પૈસાના અભાવે રાજયમાં એકપણ નાગરિક સારવાર વિહોણો ન રહે તે અમારી સરકારની પ્રાથમિકતા: મુખ્યમંત્રી

જુનાગઢના વડાલમાં વતનપ્રેમી કોરાટ દંપતિ દ્વારા ૩૦ કરોડના ખર્ચે નિર્મિત કેન્સરની ખાનગી હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરાયું.

જૂનાગઢમાં આ હોસ્પિટલ બનવાથી અનેક લોકોને ફાયદો થશે.તેવુ ઉપસ્થિત મહાનુભાવોએ આ તકે ઉચ્ચાર્યુ હતું

કારણ કે અત્યાર સુધી હોસ્પિટલના અભાવે ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના કેન્સરથી પીડાતા દર્દીઓને રાજકોટ અને અમદાવાદ સુધી ધક્કો થતો હતો.

પરંતુ હવે વડાલ ખાતે આધુનિક હોસ્પિટલ બનતા લોકોને સારવાર માટે સરળતા રહેશે.

આ હોસ્પિટલને અંદરથી અતિ આધુનિક મશીનરી અને સુવિધાથી સજ્જ કરવામા આવી છે આ ઉપરાંત સરકારની આયુષ્માનભારત તેમજ માઁ વાત્સલ્ય યોજના પણ અહી અમલમાં છે.

જેને કારણે ગરીબ વર્ગના દર્દીઓને પણ મોટો ફાયદો થશે.

Chief-Minister-Inaugurates-Cancer-Hospital-At-Vadal-Village-Of-Junagadh
chief-minister-inaugurates-cancer-hospital-at-vadal-village-of-junagadh

આ હિમાલયા કેન્સર હોસ્પિટલમાં વિશ્વસ્તરીય અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ HAL-CYON મશીન, સોફ્ટવેર તથા પ્રણાલીઓ આયાત કરીને સોરઠના દર્દીઓને વિશ્વસ્તરીય સારવાર ઘર આંગણે મળી રહે તે હેતુથી વડાલ ખાતે રાજેશ કોરાટ દ્વાર કેન્સર હોસ્પિટલ બનાવવામાં આવી છે.

આ હોસ્પિટલમાં ૧૬૦ બેડની સુપર સ્પેશિયાલિટી, કોમ્પ્રેહેન્સીવ કેન્સર કેર જેવી રેડીયોથેરાપી, કિમોથેરાપી, અને તમામ પ્રકારના ઓપરેશન, ૧૫ બેડ સાથે ICU વોર્ડ, સહિત સી.ટી.સ્કેન, એક્સ-રે, સોનોગ્રાફી, મેમોગ્રાફી, બાયોપ્સી, વગેરે પ્રકારના નિદાનો સાથે અદ્યતન સુવિધા હોસ્પિટલમાં સામેલ છે.

આ અંગે રાજેશ કોરાટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ અદ્યતન સારવાર ઉભી કરવાનો અમારો હેતુ વ્યવસાયિક નહિ પરંતુ ઘર આંગણે ઉત્તમ રીતે સારવાર મળી રહે તે ઉદેશ્યથી અહીંયા આ અદ્યતન હોસ્પિટ ઉભી કરવામાં આવી અને સાથે સાથે જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં દરેક પ્રકારના કેન્સરની સારવાર બધા જ દર્દીને નિ:શુલ્ક મળી રહે કારણ કે આ હોસ્પિટલમાં માં વાત્સલ્ય તેમજ આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા મફતમાં સારવાર કરવામાં આવે છે.

તેમજ સરકારી /અર્ધ સરકારી કર્મચારીઓ તથા પેન્શનરોને સરકાર માન્ય સારવાર આપવામાં આવે છે. આ તકે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ સેજાભાઈ કરમટા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત વડાલના સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં આ હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગમાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.