મુખ્યમંત્રી બપોરે રાજકોટમાં: બે બ્રિજ સહિત ૨૯૯ કરોડના પ્રોજેકટનું કરશે ખાતમુહૂર્ત

હોસ્પિટલ ચોક બ્રિજ, આમ્રપાલી બ્રિજ, અટલ સરોવર ડેવલપમેન્ટ અને રૂડાના આવાસ યોજનાના ખાત મુહૂર્ત કરશે

મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી આજે બપોરે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે તેઓના હસ્તે રાજકોટ મહાપાલિકા અને શહેરી વિકાસ સતા મંડળના રૂ.૨૯૯.૪૪ કરોડના અલગ અલગ ચાર પ્રોજેકટનું ખાત મુર્હત કરવામાં આવશે. હાલ બીએપીએસના વડા મહંત સ્વામી રાજકોટમાં પધાર્યા હોય તેઓની ઉપસ્થિતીમાં અલગ અલગ કાર્યક્રમ યોજાય રહ્યા છે. તેમાં આજે મુખ્ય મંત્રી હાજરી આપશે

ટ્રાફિકની સમસ્ય હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પાસે રૂ.૨૫.૫૩ કરોડના ખર્ચે અંડર બ્રીજ બનાવવામાં આવનાર છે. આ ઉપરાંત હોસ્પિટલ ચોક ખાતે રૂ.૮૪.૭૧ કરોડના ખર્ચે ટ્રાયએન્ગ્યુલર ફલાય ઓવર બ્રીજનું નિર્માણ કરવામાં આવનાર છે. મુખ્ય મંત્રી આ બંને બ્રીજનું ખાત મુર્હત કરશે ત્યાર બાદ બાલ ભવન ખાતે એક જાહેર સભાને સંબોધશે

સ્માટ સિટી ડેવલોપમેન્ટ લી. દ્વારા સ્માટ સિટી વિસ્તાર રૈયામાં અટલ સરોવર ખાતે રૂ.૧.૩૬ કરોડના ખર્ચે એમ્યુમેન્ટ પાર્ક બનાવવામાં આવનાર છે આજે આ કામનું પણ ખાત મુર્હત કરવામાં આવશે આ ઉપરાંત રૂડા દ્વારા મુંઝકાની ટીપી સ્કીમ નંબર ૧૭માં ઇડબલ્યએસ-૧ પ્રકારના ૮૦ આવાસ અને ઇડબલ્યુસ-૨ પ્રકારના ૪૧૬ આવાસ સહિત કુલ ૪૯૬ આવાસ બનાવવામાં આવનાર છે આ કામનું પણ મુખ્ય મંત્રીના હસ્તે ખાત મુર્હત કરવામાં આવશે આ કાર્યક્રમ પુર્ણ થયા બાદ મુખ્ય મંત્રી સાંજે વિજયભાઇ રૂપાણી બીએપીએસ સ્વામી નારાયણ મંદિરના ધામિક કાર્યક્રમમાં હાજરી આપનાર છે.

Loading...