Abtak Media Google News

બંધન પાઈપ્સના વિચારક અને સ્થાપક એવા યુવા ઉધોગ સાહસિક કૌશલ પટેલને ઝી મીડિયાના યંગ અચિવર્સ એવોર્ડથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા છે. એવોર્ડ સમારોહ બાદ કૌશલ પટેલે જણાવ્યું હતું કે, યુવા ઉધોગકાર તરીકે પાઈપ્સ ઈન્ડસ્ટ્રીમાં પા પા પગલી પાડી રહ્યો છું ત્યારે મળતું આ સન્માન એ પ્રોત્સાહન વધારનારું છે. ગુજરાતની ઉધોગ નીતિથી પણ ઘણો જ સહકાર મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કૌશલ પટેલને યુથ આઈકોન એવોર્ડ પણ મળી ચુકયો છે. બોલીવુડમાં જાણીતું નામ એવા ઓસમાણ મીર, વિશ્ર્વ પ્રસિઘ્ધ હાસ્ય કલાકાર સાંઈરામ દવે, યુવા લેખક જય વસાવડા સહિતની પ્રતિભાઓને પણ આ સમારોહમાં ગુજરાત ગૌરવ સન્માનથી સન્માનિત કરવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.