Abtak Media Google News

સોમનાથ કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સો તાત્કાલીક બેઠક: બચાવ કામગીરી માટે એનડીઆરએફની વધુ બે ટુકડી રવાના

ગિર-સોમનાથ અને આજુબાજુના પ્રદેશમાં ભારે વરસાદના પગલે પુરની સ્થિતિ ઉભી થઈ છે. અનેક લોકોના સ્ળાંતર કરવા પડે તેવી ચર્ચા છે. ત્યારે પુરની પરિસ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી રૂપાણી ગિર-સોમના જિલ્લામાં પહોંચ્યા છે. ભારે વરસાદના પગલે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પણ રદ્દ થઈ શકે છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હેલીકોપ્ટરના માધ્યમી કેશોદ પહોંચ્યા છે. ત્યાંથી સોમનાથ કલેકટર કચેરી ખાતે સ્થળોની સમીક્ષા કરવા અધિકારીઓ સાથી બેઠક કરશે. ભારે વરસાદ અને પુરની પરિસ્થિતિના પગલે વધુ બે એનડીઆરએફની ટૂકડી રવાના કરવામાં આવી છે.

ગિર-સોમનામાં પુરની સ્થિતિની સમીક્ષા કરવા માટે કલેકટર સહિતના અધિકારીઓ સોની બેઠકોનો દોર શરૂ થયો છે.દરમિયાન વડાપ્રધાન મોદીનો પ્રવાસ રદ્દ થઈ શકે તેવી શકયતા છે.

વડાપ્રધાન મોદી જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલના લોકાર્પણ સહિતના કાર્યક્રમો માટે આવવાના હતા. જો કે, વરસાદ બાદ અફરા-તફરી થવાથી આ કાર્યક્રમ રદ્દ થઈ શકે છે.હાલ સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને ગિર-સોમના જિલ્લામાં અનેક સ્થળે પાણી-પાણી થઈ ગયું છે. લોકોના સ્થળાતર કરી સુરક્ષીત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ છે. બચાવ કામગીરી માટે સરકારે એનડીઆરએફની વધુ બે ટુકડીઓ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.