Abtak Media Google News

આ વર્ષે ઓછા વરસાદથી પાણી સમસ્યા સર્જાય તે પહેલા જ મુખ્યમંત્રીએ આજી ડેમમાં નર્મદાનીર ઠાલવવાનો પ્રજાલક્ષી નિર્ણય

રાજકોટમા ગત વર્ષના પ્રમાણમાં અપૂરતો વરસાદ થતા શહેરને પાણી પૂરૂ પાડતો મહત્વના જળ સ્ત્રોત સમા આજી ડેમમાં પૂરતો જળ સંગ્રહ થયો નથી ત્યારે રાજકોટવાસીઓ ઉપર પાણી સમસ્યાની ચિંતાના વાદળો ઘેરાયા હતા ત્યારે જ લોકહિતના કાર્યો દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં નર્મદા નીર ઠાલવવા લીધેલા પ્રજાલક્ષી નિર્ણયને રાજકોટ જિલ્લા વેપાર ઉદ્યોગ સેલનાં ક્ધવીનર દિપક મદલાણીએ જણાવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે એક સમયે રાજકોટમાં પાણીની સમસ્યા એટલી ગંભીર હતીકે પ્રજાને ત્રણ ત્રણ દિવસે પાણી મળતું હતુ ટ્રેન મારફત પાણી માંગવીને રાજકોટ સુધી પહોચાડવામાં આવતું હતુ.

પરંતુ રાજયમાં ભાજપ સરકારે સત્તાનાસુત્રો સંભાળ્યા છે.ત્યારથી માત્ર રાજકોટ જ નહી સમગ્ર રાજયમાં પાણીની સમસ્યા જાણે ભૂતકાળ બની ગઈ છે. દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજના મારફત રાજયના છેવાડાના ગામ સુધી પાઈપ લાઈન દ્વારા નર્મદાના નીર પહોચાડવાનું મહા અભિયાન હાથ ધર્યું હતુ હવે વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આવી જ રીતે સમગ્ર રાજયની ચિંતા કરીને માત્ર પાણી જ નહી પણ રોડ રસ્તા અને વીજળી અને ગટર જેવી પ્રાથમિક જરૂરીયાતો છેવાડાના માનવી સુધીપહોચાડી ભાજપ વડાપ્રધાનના સ્વપ્નોને મૂર્તિમંત કરી રહ્યા છે.

દિપક મદલાણીએ વધુમાં ઉમેર્યંુ છે કે ભાજપ સરકારે લોકહિતના કાર્યોને હંમેશા અગ્રતા આપી છે. તેમાં પણ પાણી જેવી પ્રાથમિકઅને પ્રથમ તબકકાની જરૂરીયાતના અભાવે ગુજરાતના નાગરીકોને તકલીફ કે મુશ્કેલીનો સામનો કરવો ના પડે તે માટે સૌની યોજના અમલમાં મૂકી નર્મદાના નીર ગામડા સુધી પહોચાડવાનું ભગીરથ અભિયાન હાથ ધર્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં આજીડેમ ખાતે નર્મદાના નીર પહોચાડી રાજકોટ વાસીઓ માટે પાણીની સમસ્યાનો કાયમી અંત લાવ્યા હતા.

પરંતુ આ વર્ષે ચોમાસા પહેલા આજીડેમમાં નર્મદાનીર ઠાલવી આકરા ઉનાળામાં પણ રાજકોટવાસીઓને દરરોજ પાણી વિતરણ થાય તેવોપ્રબંધ કરી દીધો હતો. હજુ કુદરતની મહેર ઓછી છે. ત્યારે સપ્ટેમ્બરના અંત પછી પાણી સમસ્યા સર્જાય તેપહેલા જ ફરીથી આજી ડેમમાં ૭૩૫ એમસીએફટી નર્મદા નીર ઠાલવવાનો પ્રજાલક્ષી નિર્ણયલઈને આજીડેમ સુધી નર્મદાના નીર પહોચાડી પણ દેવાયા છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યે તેઓએ રાજકોટના શહેરીજનો વતી રાજકોટ જિલ્લા વેપાર ઉદ્યોગ સેલના ક્ધવીનર દિપક મદલાણીએ આભારની લાગણી વ્યકત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.